________________
ફર્યા.
સંભૂતમુનિના હૃદયમાં ઘોર પશ્ચાત્તાપ થયો. તેમણે ચિત્રમુનિને કહ્યું: “માત્ર આહાર માટે ઘેર ઘેર ફરવામાં કષ્ટ થાય છે. આહારથી શરીરનું પોષણ કરવા છતાં પણ પરિણામ તો શરીરનો નાશ જ છે. એકદિવસે શરીરનષ્ટ થવાનું જ છે. તો પછી. યોગીપુરુષોએ શરીર અને આહારની અપેક્ષા જ શા માટે રાખવી જોઈએ? તો આપણે ચારે આહારનો ત્યાગ કરીને અનશન ગ્રહણ કરી લઈએ.'
ચિત્રમુનિ અને સંભૂતમુનિએ અનશન વ્રતનો સ્વીકાર કરી લીધો. આ બાજુ ચક્રવર્તી રાજાએ સાધુઓને પરેશાન કરનાર નમુચિને પકડી લીધો. રાજાએ કહ્યું : પૂજ્ય પુરુષની જ પૂજા નથી કરતો, પરંતુ તેમનું હનન કરે છે, તે મહાપાપી છે.” રાજાએ નમુચિને દોરડાથી બાંધીને નગરના રાજમાર્ગો ઉપર ફેરવ્યો, પછી બાગમાં મુનિરાજની સમક્ષ ઉપસ્થિત કર્યો. ચક્રવર્તીએ બંને મુનિરાજોને વંદના કરી અને કહ્યું: ‘આપ આજ્ઞા કરો, આ આપનો અપરાધી છે; આને શું દંડ કરું? મુનિરાજે કહ્યું : “રાજનું જે અપરાધી હોય છે તે સ્વતઃ પોતાનાં પાપકર્મોનું ફળ ભોગવે છે.” મુનિવરોએ નમુચિને બંધનમુક્ત કરાવ્યો. રાજાએ એને દેશનિકાલ કર્યો. સંભૂતમુનિનું માનસિક પતન?
ચક્રવર્તી રાજા સંભૂતમુનિ તેમજ ચિત્રમુનિના ગુણોથી આકર્ષિત થયો હતો. તે પોતાના અંતપુરની રાણીઓને લઈને મુનિરાજોને વંદન કરવા આવ્યો હતો. બંને મુનિવરોએ અનશન-વ્રત સ્વીકાર્યું હતું. બંને શાન્ત હતા, સ્વસ્થ હતા. ચક્રવર્તીએ બંને મુનિવરોને વંદના કરી. સુનંદા ચક્રવર્તીની રાણી – એક સ્ત્રીરત્ન હતું. તેણે હજારો રાણીઓ સાથે ભાવપૂર્વક વંદના કરી. વંદન કરતી વખતે તેનો ચોટલો છૂટી ગયો. આમેય સ્ત્રીરત્નના વાળ અતિશય દીર્ઘ હોય છે તે વાળ સંભૂતમૂનિને સ્પર્શી ગયા. વાળનો સ્પર્શ થતાં જ તત્કાલ મુનિ રોમાંચિત થઈ ગયા. રાજા પોતાના અંતઃપુર સાથે નગરમાં ચાલ્યો ગયો.
સંભૂતમુનિ પોતાના મનનો નિગ્રહ કરી શક્યા નહીં. બીજી રીતે જોતાં કામદેવ તો સદાય જીવનનાં છિદ્રો જોતો જ હોય છે. સંભૂતમુનિએ વિચાર કર્યો: “જે સ્ત્રીરત્નના વાળનો સ્પર્શ આટલો સુખદાયી હોય છે, મનભાવન છે, એના શરીરનો સ્પર્શ - સવગ શરીરનો સ્પર્શ કેટલો સુખદ હશે? મારે આવી રાણી જોઈએ. આવી રાણી ચક્રવર્તી રાજાને જ હોય છે. જો હું મારી તપશ્ચર્યાનું નિયાણું કરી દઉં તો આગામી ભવમાં ચક્રવર્તી રાજા બની શકું અને મને આવું સ્ત્રીરત્ન મળી શકે.'
સંભૂતમુનિએ પોતાના મનના વિચારો, નિયાણું કરવાની ઇચ્છા ચિત્રમુનિને કહી સંભળાવી. ચિત્રમુનિએ કહ્યું: ‘તમે ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છો. જે તપશ્ચર્યા
અશરણ ભાવના
૧૬૧