________________
હતું! પૂર્વભવમાં એ સાધ્વી હતી. શુદ્ધ સંયમધર્મનું પાલન અને ઘોર તપશ્ચર્યા કરતી હતી.
એક વાર ગુરણીની ના હોવા છતાં તે સાધુપુરુષોનું ખોટું અનુકરણ કરતી રાત્રિના સમયે કાયોત્સર્ગ ધ્યાન કરવા માટે નગર બહાર ગઈ. ત્યાં તે ઊભી રહી. એની સામે થોડાક અંતરે એક વેશ્યાનું નિવાસસ્થાન હતું. એના આવાસમાં પ્રકાશ હતો. વેશ્યા આવાસના ઝરૂખામાં પાંચ પુરુષો સાથે વાતવિનોદ કરતી હતી. દ્રુશ્ય ખૂબ આકર્ષક હતું. એ સાધ્વીની નજર એ દ્રશ્ય ઉપર પડી. ધર્મધ્યાન રોકાઈ ગયું. મનમાં વેશ્યાના વિચાર શરૂ થઈ ગયા. પાંચ પુરુષો સાથે એની જે ક્રીડા જોઈ એ એને ગમી ગઈ !
એણે વિચાર કર્યો, મને પણ એવો જન્મ મળે. પાંચ-પાંચ પુરુષોનો પ્યાર મળે, તો કેટલું સરસ? શાસ્ત્રોમાં સાંભળ્યું છે કે તપશ્ચર્યાથી મનોવાંછિત ફળ મળે છે. મારી તપશ્ચયનું જો ફળ માગું તો? અને એ સાધ્વીએ પાંચ પુરુષોનું સુખ મળે એવો સ્ત્રીનો અવતાર માગી લીધો. બીજા જન્મમાં એ સાધ્વી દ્રૌપદી બની ! - વિષયક સુખોનું આકર્ષણ ભયાનક
સાધ્વીજીવન કરતાં એને વેશ્યાનું જીવન વધારે સારું લાગ્યું ! બ્રહ્મચારી જીવન કરતાં એને વિષયભોગનું જીવન વધારે પ્રિય લાગ્યું! મનથી એનું અલન થઈ ગયું. તપશ્ચર્યાનો સોદો કરી નાખ્યો. કેવી ભયાનક ભૂલ કરી સાધ્વીએ ? મનમાં વૈષયિક સુખોનું આકર્ષણ ઉત્પન્ન થવા જ દેવું ન જોઈએ.
એટલા માટે - ૧. વૈષયિક સુખભોગનાં દ્રશ્યો જ ન જોવાં, ર. શૃંગારિક વાતો, ગીતો ન સાંભળવાં, ૩. વાસનાને ઉત્તેજિત કરે તેવી ચોપડીઓ ન વાંચવી. સાધુજીવનની મર્યાદાઓ જ એવી હોય છે કે જ્યાં આ ત્રણે વાતોનું પાલન સહજતાથી થઈ શકે છે. - સાધુએ ગામ-નગરમાં યા જંગલમાં પૃથ્વી ઉપર દ્રષ્ટિ રાખીને ચાલવાનું હોય
છે. ધ્યાન પણ નાસિકાના અગ્ર ભાગ ઉપર વૃષ્ટિ સ્થિર કરીને કરવાનું હોય
છે. ' - સાધુ માટે શૃંગારિક વાતો, ગીતો વગેરે સાંભળવાનો નિષેધ હોય છે. , – ખરાબ - વાસનામય - સેક્સી ચોપડીઓ વાંચવાની હોતી નથી.
જો સાધુ-સાધ્વી આ મર્યાદાઓનું વૃઢતાપૂર્વક પાલન કરે તો એમનું અધઃપતન થતું નથી, અને પાલન ન કરે તો માનસિક અધપતન તો થશે જ. વૈષયિક સુખોનું આકર્ષણ અતિ ભયંકર હોય છે. [ અનિત્ય ભાર્થના