________________
ચોટલો છૂટી ગયો. એ કેશકલાપ ખુલી ગયો. સ્ત્રીરત્નના શિરના વાળ સુદીર્ઘ હોય છે, એ સમયે રાણીઓ વાળ કપાવીને બોલ્ડ હેર' કરાવતી ન હતી. સ્ત્રીના દીર્ઘ વાળ મુનિના ચરણોને સ્પર્શી ગયા. રાણીએ તરત જ પોતાના વાળ પાછા ખેંચી લીધા. વંદન પૂર્ણ કરીને રાજા-રાણી તો ચાલી નીકળ્યાં, પરંતુ મુનિના મનમાં રાણીના કેશનો સ્પર્શ ગમી ગયો. તેમણે મનમાં વિચાર કર્યો, વિચારોની હારમાળા ચાલી: જે સ્ત્રીરત્નના વાળનો સ્પર્શ આટલો સુખદ છે, તો એના શરીરનો સ્પર્શ કેટલો સુખદ હશે?!'
આવું સ્ત્રીરત્ન ચક્રવર્તીને જ મળે છે. મારે આવા સ્ત્રીરત્નનો સ્પર્શ જોઈએ અને એને માટે મારે ચક્રવર્તી રાજા બનવું જોઈએ. મારી ઘોર તપશ્ચયને કારણે હું ચક્રવર્તી રાજા બનવાનું સ્વપ્ન સિદ્ધ કરી શકું છું. એ સાધુએ સંકલ્પ કર્યો: “મારી આ તપશ્ચયથી મને ફળ મળવાનું હોય તો મને ‘ચક્રવર્તી રાજાનું પદ મળે.”
આને શાસ્ત્રીય ભાષામાં નિયાણું કહે છે. તીર્થકરોએ નિયાણું નહીં કરવાનો ઉપદેશ આપ્યો છે ! પરંતુ ક્ષણિક સુખોનો રાગ-મોહ આ રીતે નિયાણું કરાવે છે. ક્ષણિક, અનિત્ય સુખોનું પ્રબળ આકર્ષણ આવી ભૂલ કરાવે છે ! એટલા માટે ‘અનિત્ય ભાવનાનું વારંવાર ચિંતન કરતાં રહેવાનું છે. ધર્મનું અવમૂલ્યન: ધર્મપ્રાપ્તિ નહીં?
બીજા જન્મમાં એ સાધુને ચક્રવર્તીપદ મળ્યું. એટલે કે તે ચક્રવર્તી રાજા બન્યો, પરંતુ ચક્રવર્તીનો ભવ સમાપ્ત થતાં એને નરકમાં જવું પડ્યું. એવો એક શાશ્વતુ નિયમ છે કે ચક્રવર્તી રાજા જો ઉત્તરાવસ્થામાં ચક્રવર્તીપદનો ત્યાગ કરીને સાધુ ન બને તો તે નરકમાં જે જાય છે. સાધુ બની જાય તો તે મોક્ષ પ્રાપ્ત કરે છે યા તો દેવલોકમાં ઉત્પન્ન થાય છે.
ક્ષણિક સુખોના મોહથી એ સુખ પામવાનો સોદો કરનારાઓને એ સુખ તો મળે છે, પરંતુ ધર્મનથી મળતો. કારણ કે એ ક્ષણિક સુખોનું ઉચ્ચ મૂલ્યાંકન કરે છે, ધર્મનું અવમૂલ્યાંકન કરે છે. ધર્મવેચીને એ ક્ષણિક સુખ ખરીદે છે ને! ધર્મનો સોદો કરીને પ્રાપ્ત કરેલાં સુખોમાં મનુષ્ય એટલો અંધ-મોહાંધ બની જાય છે, એટલો મોહમૂઢ બની જાય છે કે એને ધર્મ સારો લાગતો જ નથી! એના જીવનમાં ધર્મનું સ્થાન જ નથી હોતું. પાપોથી જ એનું જીવન ભરાઈ જાય છે. દ્રૌપદીને પાંચ પતિ કેમ?:
દ્રૌપદીને પાંચ પતિ હતા ને? તે પાંચ પતિઓની પત્ની હતી ને? શા માટે એને પાંચ પતિઓની પત્ની બનવું પડ્યું? જાણો છો ? એણે પૂર્વભવમાં નિયાણું કર્યું
૧૧૨
શાન્ત સુધારસઃ ભાગ ૧]