________________
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી ‘અનિત્ય ભાવનાને ભૈરવ' રાગમાં ગાતાં આગળ વધે છે.
सुखमनुत्तरसुरावधि यदतिमेदुरं कालतस्तदपि कलयति विरामम् ।
कतरदितरत्तदा वस्तु सांसारिकं
स्थिरतरं भवति चिन्तय निकामम् ॥ ५ ॥
સર્વ ક્ષળિમ, સર્વમનિત્યમ્, સર્વમસ્થિમ્ – બધું જ ક્ષણિક છે, બધું જ અનિત્ય છે, બધું જ અસ્થિર છે. અનુત્તર દેવલોકના દેવોનાં સુખ પણ કાલક્રમે નષ્ટ થઈ જાય છે... જો કે એ અસંખ્ય વર્ષનાં સુખ હોય છે. તો પછી સંસારની એવી કઈ વસ્તુ છે કે જે સ્થિર હોય, શાશ્વત્ હોય અને નિત્ય હોય ? સ્વસ્થતાથી આ અંગે વિચાર કર.
સંસારમાં સૌથી વધારે દીર્ઘકાલીન સુખ ‘અનુત્તર દેવલોકમાં હોય છે. ૩૩ સાગરોપમ કાળનું. એ રીતે સૌથી વધારે દુઃખ હોય છે સાતમી ‘તમઃ તમઃ પ્રભા’ નામની નરમાં; એ પણ ૩૩ સાગરોપમ કાળનું. એનો પણ કાળક્રમે અંત આવી જાય છે.
સંસારમાં સુખ પણ સ્થિર નથી, દુઃખ પણ સ્થિર નથી. બધું જ અસ્થિર છે, અનિત્ય છે. જ્ઞાનવૃષ્ટિના પરિપ્રેક્ષ્યમાં જોવાનું છે. દેવલોકનાં સુખ પણ નિત્ય-શાશ્વત્ નથી હોતાં, એટલા માટે એ સુખ પામવા માટે પણ ઇચ્છા ક૨વા જેવી નથી; જે અનિત્ય છે, જે શાશ્વત્ નથી, એવાં સુખોની ઇચ્છા ન ક૨વી. ઇચ્છા તો નથી કરવાની, પ્રયત્ન અને પુરુષાર્થ પણ કરવાનો નથી. હા, વિશિષ્ટ તપશ્ચર્યાથી ઇચ્છિત સુખની પ્રાપ્તિ બીજા જન્મમાં થાય છે. પરંતુ આવાં સુખ, સુખનાં સાધનો પ્રાપ્ત કરીને જીવ સુખનો અનુભવ નથી કરી શકતો.
એક સાધુને ચક્રવર્તીનું સુખ ગમી ગયું ! મનુષ્યનું મન કેટલું ચંચળ હોય છે ! જ્ઞાન હોવા છતાં, જાણકારી હોવા છતાં કે ‘ચક્રવર્તી રાજવીનું સુખ પણ ક્ષણિક છે, અનિત્ય છે.’ તો પણ ક્યારેક મોહનું વાદળ આત્મા ઉપર છવાઈ જાય છે અને જે તુચ્છ હોય છે, અસાર હોય છે, એની ઇચ્છા પણ મન કરી લે છે ! શાસ્ત્રોમાં એક સાધુની વાર્તા વાંચી હતી.
એક તપસ્વી સાધુ હતા. ઘોર તપશ્ચર્યા કરતા હતા. જ્ઞાની પણ હતા. તેમની કીર્તિ સાંભળીને ચક્રવર્તી સજા પોતાની રાણી સાથે વંદન કરવા ગયા. મુનિનાં દર્શન કરીને રાજા-રાણી ભાવવિભોર થઈ ગયાં. વંદન કરવા લાગ્યાં. રાણીનો બાંધેલો
અનિત્ય ભાવના
૧૧૧