________________
मरणदशावशमुपगतवन्तम्, रक्षति कोऽपि न सन्तम् । विनय विधीयतां रे श्रीजिनधर्मशरणम् ।'
अनुसंधीयतां रे शुचितर चरण-स्मरणम् ॥७॥ विनय. ‘હિતકારી અને પ્રીતિપાત્ર સજ્જન લોકો જ્યારે મૃત્યુના મહાસાગરમાં ડૂબે છે, ત્યારે કોઈ પણ સ્વજન એમને બચાવી શકતું નથી. એટલા માટે હે આત્મનુ, તું મહામંગલકારી જિનધર્મનું શરણું લઈ લે અને અત્યંત નિર્મળ ચારિત્રધર્મનું સ્મરણ કર. આ ધર્મ જ તને બચાવી શકશે.’
ગ્રંથકારે કેટલી સાચી, વાસ્તવિક વાત કરી છે? શ્રીકૃષ્ણને મૃત્યુમાંથી કોઈ , બચાવી ન શક્યું, બલરામને ય નહીં. આમ તો બલરામને વાસુદેવ ઉપર અનહદ - અપાર પ્રેમ હોય છે. શ્રીકૃષ્ણ પણ પ્રીતિપાત્ર યુગપુરુષ હતા. લાખો કરોડો જીવોના હિતકારી હતા, તો પણ તે બચી શક્યા નહીં. બલરામનો વ્યામોહ અને દીક્ષા:
બલરામ પાણી લઈને કૃષ્ણની પાસે આવ્યા ત્યારે કૃષ્ણનું મૃત્યુ થઈ ગયું હતું. બલરામ એ માનવા તૈયાર ન હતા કે કષ્ણ મરી ગયા છે. છ માસ સુધી કૃષ્ણને જીવિત માનતા તેમનો મૃતદેહ ઉઠાવીને પૃથ્વી ઉપર ફરતા રહ્યા.
આ સમયે બલરામના સારથિ સિદ્ધાર્થ કે જે દીક્ષા લઈને સંયમધર્મની સારી આરાધના કરી દેવ બન્યા હતા. તેમણે અવધિજ્ઞાનથી જોયું કે બલરામ અત્યંત વ્યથિત છે અને શ્રીકૃષ્ણને જીવિત માનીને તેમનો મૃતદેહ લઈને ફરે છે. દેવે યાદ કર્યું કે મને બલરામે દીક્ષાની અનુમતિ આપતી વખતે એક વચન માગી લીધું હતું કે તું ચારિત્રધર્મના પ્રભાવથી દેવલોકમાં દેવ બને તો જ્યારે મારી ઉપર આપત્તિ આવે ત્યારે તું આવજે અને મને પ્રતિબોધિત કરજે.' મારે આ સમયે એમની પાસે જવું જોઈએ અને પ્રતિબોધ આપીને કણમોહ દૂર કરાવીને એમના આત્માને શાન્તિ આપવી જોઈએ.”
સિદ્ધાર્થ દેવ મનુષ્ય રૂપ ધારણ કરીને પૃથ્વી ઉપર આવે છે, અનેક ઉપાયો કરીને બલરામને પ્રતિબોધ આપે છે. બલરામનો વ્યામોહદૂર થાય છે. સિદ્ધાર્થદેવ પોતાનું મૂળ સ્વરૂપ પ્રકટ કરે છે. પોતાનો પરિચય આપે છે. તેણે કહ્યું હું આપનો સારથિ સિદ્ધાર્થ છું. દિક્ષા લઈને, એનું પાલન કરીને હું દેવ બન્યો છું. આપે મારી પાસેથી એક વચન લીધું હતું, તેનું પાલન કરવા માટે હું અહીં આવ્યો છું. આપને પ્રતિબોધ આપવાનું વચન મેં નિભાવ્યું છે. હે પૂજ્ય, ભગવાન નેમિનાથે કહ્યું હતું કે જરાકુમારના હાથે શ્રીકૃષ્ણનું મોત થશે એવું જ થયું છે. સર્વજ્ઞનાં વચન કદીમિથ્યા
૧૪૮
શાન્તસુધારસ ભાગ ૧|