________________
દાંતલડા પણ ખરી પડે રે, લાર પડે મુખ માંય ...ઘડપણ બલ ભાંગે આંખો તણું રે, શ્રવણે સુર્યે નવી જાય. તુજ આવે અવગુણ ઘણા રે વલી ધોળી હોય રોમરાય...ઘડપણ કેડ દુખે ગુડા રહેશે. મુખમાં શ્વાસ ન માય, ગાલે પડે કરચલી રે - રૂપ શરીરનું જાય રે ... ઘડપણ જીભલડી પણ લડથડે રે, આણ ન માને કોય. ઘેર સહુને અળખામણો રે, વહુઓ દિયે રે ગાળઘડપણ દીકરા તો નાસી ગયા રે. વહુઓ દિયે રે ગાળ. દીકરી નાવે ટુંકડી રે સબલ પડ્યો છે કંગાલ ઘડપણ કાને તો ધાક પડી રે. સાંભળે નહીં લગાર. આંખે તો છાયા વળી રે. દેખી શકે ના લગાર .. ઘડપણ ઉંબરો તો ડુંગર થયો રે, પોળ થઈ પરદેશ, ગોળી તો ગંગા થઈ૨. તમે જુઓ જરાના વેશ ઘડપણ ઘડપણમાં વ્હાલી લાપશી, ઘડપણમાં બાલી ભીંત ઘડપણમાં વ્હાલી લાકડી, તમે જુઓ ઘડપણની રીત ઘડપણ ઘડપણ તું અકહ્યાગરું, અણતેડ્યું ન આવીશ, જોબનિયું જગ વહાલું રે જતન હું તારું કરીશ ઘ ડપણ કોઈન વંછે તુજને રે, તું તો દૂર વસાય. વિનયવિજય ઉવજઝાયનો રૂપવિજય ગુણ ગાય ઘડપણ આ વર્ણન વૃદ્ધાવસ્થાનું છે. આવી અવસ્થામાં પણ કામવાસના પ્રબળ થઈ શકે છે. કામવાસનાનું ઉદ્ભવસ્થાન:
કામવાસના (સેક્સી વૃત્તિ) ચારે ગતિના જીવોમાં હોય છે. પરંતુ સૌથી વધારે કામવાસના મનુષ્યમાં હોય છે. કામવાસના જાગ્રત થાય છે મોહનીય કર્મથી. મોહનીય કર્મની અંતર્ગત ત્રણ વેદ-કર્મ હોય છે -પુરુષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ. - પુરુષને પુરુષવેદ મોહનીય કર્મનો ઉદય થાય છે ત્યારે સ્ત્રી પ્રત્યે આકર્ષણ થાય
છે. સ્ત્રીઉપભોગની વાસના ઊઠે છે. - સ્ત્રીને સ્ત્રીવેદ મોહનીય કર્મનો ઉદય થાય છે ત્યારે પુરુષ પ્રત્યે આકર્ષણ થાય
છે. ઉપભોગની વાસના જાગે છે. - જેને નપુંસકવેદ - મોહનીય કર્મનો ઉદય થાય છે, એને સ્ત્રી અને પુરુષ બંનેનો
ઉપભોગ કરવાની ઇચ્છા થાય છે. મોહનીય કર્મનો ઉદય પ્રબળ બને છે ત્યારે [૧૦૨ |
| શાન્તસુધારસ ઃ ભાગ ૧
૧૦૨