________________
કામવાસના પણ પ્રબળ બને છે. એ પ્રબળ કામવાસનાને ઉપશાન્ત કરવાનું મનોબળ દરેક મનુષ્યમાં નથી હોતું. વાસનાને પરવશ થઈ જનારા જ વધારે પ્રમાણમાં હોય છે. આ કામવૃત્તિનો સમાવેશ ઋષિમુનિઓએ ‘કામપુરુષાર્થમાં
કર્યો છે. કામપુરુષાર્થ
ભારતીય સંસ્કૃતિમાં કામવૃત્તિ તરફ જોવાની વૃષ્ટિ સમ્યફ અને સમુચિત સમજદારીયુક્ત રહી છે. આ સંસ્કૃતિમાં કામવૃત્તિને ગહનતાથી અને સમગ્રતાથી સમજવાનો, માનવોચિત ઊર્ધ્વકરણનો ઘનિષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ વર્તમાન યુગમાં કામવૃત્તિવિષયક અજ્ઞાનતા અને વિકૃત સમજદારીનું સમાજ ઉપર આક્રમણ થવા લાગ્યું છે. આવા સમયે આપણે આપણા સાંસ્કૃતિક વારસાને યથાર્થ રૂપમાં સમજી લેવો જોઈએ. નહીંતર આજનો સેક્સ એકસ્પોઝન' - વાસનાવિસ્ફોટ - બધું નષ્ટ કરી દેશે.
કામવૃત્તિ એક પ્રબળ ઊર્જા છે. પ્રાણશક્તિ છે. કામવૃત્તિ એકાન્તતઃ તિરસ્કૃત નથી. ભારતીય સંસ્કૃતિનો અભિગમ એવો રહ્યો છે કે કામાનંદને માટે પ્રાણશક્તિનો વ્યય મર્યાદિત અને સંયમિત રાખીને એને ભાવના અને પ્રજ્ઞાના વિકાસ હેતુથી તથા સમાધિના બ્રહ્માનંદ માટે ઉપયોગમાં લેવો જોઈએ. સૃષ્ટિમાં વ્યાપ્ત ચેતનતત્ત્વની સાથે તાદામ્ય સાધથી બ્રહ્માનંદની અનુભૂતિ થાય છે. આવી અનુભૂતિ જેને થાય છે એને કામાનંદનું આકર્ષણ રહેતું નથી. કલાસર્જનના કાર્યમાં નિમગ્ન વૈજ્ઞાનિક, ચિંતકયા કલાકાર, કામાનંદથી ઉચ્ચતર સર્જનાત્મક આનંદની અનુભૂતિ થાય છે. આવા સમયે તેને બીજું કોઈ ભાન રહેતું નથી. પંડિત વાચસ્પતિ મિશ્ર: * આ વિષયમાં પંડિત વાચસ્પતિ મિશ્રનું દ્રષ્ટાંત સંભળાવું છું. જો કે આ પ્રસિદ્ધ વાત છે, છતાં પણ અહીં પ્રસ્તુત હોવાથી કહું છું.
તેમણે ‘ભામતી' નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હતો. તેઓ ૧૬ વર્ષ સુધી ગ્રંથરચનામાં નિમગ્ન હતા. લગ્ન પછી તરત જ તેઓ આ કાર્યમાં લાગી ગયા હતા. પત્ની સમયસર ભોજન લાવતી, સંધ્યા થતાં દીવો પ્રકટાવતી, પરંતુ પંડિતજીને તો ગ્રંથરચના સિવાય કોઈ ભાન ન હતું. જ્યારે ગ્રંથરચના પૂરી થઈ, સાંજે પત્ની દીવો લઈને આવી, પંડિતજીએ એને જોઈ અને પૂછ્યું :
સુંદરી, તું કોણ છે? હું આપની ધર્મપત્ની છું. દરરોજ સાંજે દીવો લાવું છું.”
અનિત્ય ભાવના
૧૦૩]