________________
નહીં મળતાં દીનતા નહીં આવે. જ્ઞાનવૃષ્ટિ તમને ‘અનંત સુખ, પૂર્ણ સુખ, પૂર્ણાનંદ પામવા માટે પ્રેરિત કરતી રહેશે. એટલા માટે વૈષયિક સુખોનો ત્યાગ કરવા માટે તત્પર કરશે. - ભગવાન મહાવીર સ્વામીના સમયમાં અનેક રાજાઓને, અનેક શ્રેષ્ઠીઓની..
અનેક અમાત્યોની જ્ઞાનવૃષ્ટિ જાગૃત થઈ હતી અને તેમણે પોતાનાં વિપુલ વૈષયિક સુખ-સાધનોનો ત્યાગ કર્યો હતો. ભગવાન મહાવીરના નિર્વાણ પછી પણ, એમના ધર્મશાસનમાં આ પ્રમાણે ચાલતું રહ્યું છે. જ્ઞાનદ્રષ્ટિ ખૂલી જતાં
હજારો-લાખો સ્ત્રી-પુરુષોએ સર્વવૈષયિક સુખોનો ત્યાગ કરી દીધો છે. - રાજા દશાર્ણભદ્ર, રાજા ઉદયન વગેરે રાજાઓએ જ્ઞાનવૃષ્ટિ ખૂલી જતાં
રાજવૈભવનો પૂર્ણ રીતે ત્યાગ કરીને સાધુજીવન સ્વીકારી લીધું હતું ને? - શ્રેષ્ઠી શાલિભદ્ર, શ્રેષ્ઠી ધન્યકુમાર, શ્રેષ્ઠી અવંતી સુકુમાલ વગેરેએ કરોડો રૂપિયાની સંપત્તિનો ત્યાગ કરીને, રૂપવતી પત્નીઓનો ત્યાગ કરીને સાધુ જીવન સ્વીકાર્યું હતું ને? ૨૫૦૦ વર્ષનો ઇતિહાસ વાંચશો તો વાંચતાં વાંચતા જ તમારી જ્ઞાનવૃષ્ટિ ખૂલી જશે. કેટલાય રાજા-રાણીઓએ, કેટલાય રાજકુમારો તથા રાજકુમારીઓએ, શ્રેષ્ઠીપત્નીઓએ અને શ્રેષ્ઠી કન્યાઓએ વિપુલ સુખભવનો ત્યાગ એટલા માટે કયોં હતો કે તે સુખવૈભવ શાશ્વત્ ન હતો – ક્ષણિક હતો. શાશ્વત્વને પામવા માટે ક્ષણિકનો ત્યાગ કરવો અનિવાર્ય છે. એમ પણ કહી શકીએ કે શાશ્વતું સુખઅનંત સુખ પામવા માટેની તત્પરતા જાગૃત થતાં ક્ષણિક છૂટી જાય છે. વિનાશીનું વિસર્જન થઈ જાય છે. પૂર્વ પૂર્ણતાનેતિ / અપૂર્ણ થઈ જવું એટલે ખાલી થઈ જવું - ક્ષણિક વિનાશી સુખ છૂટી જતાં આત્મા ખાલી થઈ જાય છે. પરસ્પૃહા, પરતૃષ્ણા છૂટી જતાં આત્મા ખાલી થઈ જાય છે. ખાલી આત્મા અનંત સુખથી ભરાઈ જઈ શકે છે. ખાલી -અપૂર્ણ આત્મા પૂર્ણ સુખથી ભરાઈ જાય છે. અનંત સુખ પામવાની તત્પરતા :
જે લોકોની પાસે આધ્યાત્મિક જ્ઞાન નથી, જે લોકો આત્મજ્ઞાન પામ્યા નથી, જે લોકોને આત્મા સંબંધી સ્વાભાવિક અને ભાવિક સ્વરૂપનું જ્ઞાન નથી, તે લોકો જો મોક્ષ' પામવાની વાત કરતા હોય તો તે માત્ર રટેલી વાત જ બોલતા હોય છે. જેમ પોપટને રામ રામ ગોખાવ્યું હોય છે અને તે રામ...રામ બોલે છે, એવી વાત છે આ મોક્ષની.
મોક્ષના સ્વરૂપનું જ્ઞાન નહીં અને મોક્ષ પામવાની વાત કરવી ! કેટલી બુદ્ધિહીન વાત છે! આત્માના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન નથી, વૈભાવિક સ્વરૂપમાં રમણતા છે અને શાન્તસુધારસઃ ભાગ ૧
૩પ |