________________
મોક્ષની વાત કરે છે. એને શરમ પણ નથી આવતી ! અનંત સુખને સમજ્યા વગર તે પામવાની તત્પરતા મનમાં ઊઠતી જ નથી. આત્માનું જે સ્વયંનું સુખ છે, તે અનંત સુખ જ, પૂર્ણાનંદ જ છે. કર્મજન્ય સુખ આત્માનું સ્વયંનું નથી, ભલે ને તે દેવરાજ ઇન્દ્રનું સુખ હોય યા ચક્રવર્તી રાજાનું સુખ હોય.
ચક્રવર્તી રાજાઓએ પણ શા માટે પોતાનાં તમામ સુખો છોડી દઈને સાધુતાનો સ્વીકાર કર્યો હતો ? ભરત ચક્રવર્તી, સનતકુમાર ચક્રવર્તી, શાન્તિનાથ ચક્રવર્તી વગેરે ચક્રવર્તીઓએ ‘આ સુખ અમારું નિજી સ્વાભાવિક સુખ નથી... આ તમામ સુખો કર્મજન્ય છે - વૈભાવિક છે.’ આ સમજ્યા હતા અને ‘અનંત શાશ્વત્ સુખ જ આત્માનું સ્વાભાવિક સુખ છે.' એ એક વાર પ્રાપ્ત કરી લીધા પછી પુનઃ પામવું પડતું નથી. કારણ કે તે ચાલ્યું જતું નથી. નિજી સુખ એક જ વાર પામવાનું હોય છે. પામીને ભોગવતા રહો. અશરીરી - અરૂપી બનીને ભોગવતા રહો ! ગમે તેટલું એ સુખ ભોગવો, પરંતુ ઓછું નહીં થાય, અને આત્મા કદી ભોગવતાં થાકશે નહીં. કારણ કે અનંત સુખની સાથે અનંત શક્તિ પણ આત્માને પ્રાપ્ત થાય છે, અનંત જ્ઞાન અને અનંત દર્શન પણ પ્રકટ થઈ જાય છે. તમામ અનંત.... શાશ્વત્... અવિનાશી પ્રાપ્ત થાય છે. એ અનંત પામવાની ઇચ્છા તમારા મનમાં જાગૃત થઈ છે ખરી? આ ઇચ્છા જાગૃત થતાં આ ‘શાન્તસુધારસ’ ગ્રંથ સાંભળવામાં તમે આનંદનો અનુભવ કરશો - આંતર સુખનો અનુભવ ક૨શો.
ગ્રંથકાર ઉપાધ્યાયજી મહારાજ શ્રોતાઓની પાસે અપેક્ષા રાખે છે ‘શાન્તસુધારસ’ સાંભળવાની યોગ્યતાનો નિર્ણય એમણે આ રીતે કર્યો છે- તમારું ચિત્ત મવપ્રમàવપરાક્મુત્યું અને અનન્તમુદ્દોન્મુલમ્ । હોવું જોઈએ; તો જ તમે ‘શાન્તસુધારસ’ ગ્રંથ સાંભળી શકશો.
પ્રશ્ન ઃ ગ્રંથ સાંભળવામાં પણ શું યોગ્યતા જોઈએ ?
ઉત્તર ઃ હા, યોગ્યતા જોઈએ. આત્મશુદ્ધિનું શ્રેષ્ઠ લક્ષ્ય લઈને આ ગ્રંથની રચના કરવામાં આવી છે. માત્ર મનોરંજનાર્થે નહીં. એક સાધુપુરુષની - એક મહર્ષિની આ રચના છે. તેમને શ્રોતાઓ પાસે ધનની અપેક્ષા નથી, પ્રશંસાની અપેક્ષા નથી. તેમને આ બે બાબતોની અપેક્ષા છે - મનને ભવભ્રમણથી વિમુખ કરો અને અનંત સુખની સન્મુખ કરો.
ઉપસંહાર :
ઉપાધ્યાયજી ત્રીજા શ્લોકમાં ત્રણ વાતો કહે છે. સૌપ્રથમ શ્રોતાઓને ‘સુધિયઃ’ કહે છે. એટલે કે તેઓ સારી બુદ્ધિવાળા શ્રોતાઓ ઇચ્છે છે. સારી એટલે કે નિર્મળ બુદ્ધિવાળા, કે જેઓ વક્તાના અભિગમને સારી રીતે સમજી શકે.
૩૬
પ્રસ્તાવના