________________
પરદ્રવ્યને, પરપદાર્થોને પોતાના માનવામાં કેટલો અનર્થ છે, તે સમજાવવા માટે ગ્રંથકારે ઉદાહરણ આપ્યું છે - પરસ્ત્રીને પોતાની સ્ત્રી સમજવી, પોતાની માનવી. પરસ્ત્રીને પોતાની સ્ત્રી માનનારાઓને જેવું દુઃખ સહન કરવું પડે છે, પીડાઓ સહન કરવી પડે છે, એવું જ દુઃખ - એવી જ પીડા પરદ્રવ્યને પરપુગલને સ્વદ્રવ્ય માનનારા લોકોને ભોગવવા પડે છે. આત્મદ્રવ્ય જ સ્વદ્રવ્ય છે. શેષ તમામ પરદ્રવ્ય છે, એ વાત સારી રીતે સમજી લો.
कृतिनां दयितेति चिन्तनं, परदारेषु यथा विपत्तये । - विविधार्तिभयावहं तथा परभावेषु ममत्वभावनम् ॥३॥
જે માણસ બીજાંની સ્ત્રીઓને ‘આ મારી સ્ત્રી છે એવી કલ્પના જો કરે, તો તે દુઃખી થાય છે, એ રીતે જ જે પોતાનું નથી, પરભાવ છે, એમાં મમત્વ બાંધે છે તે ભાતભાતની પીડાઓનું કારણ બને છે. પરસ્ત્રીને સ્વસ્ત્રી માનવી દુઃખદાયી :
જે પરભાવ છે, જે પરદ્રવ્ય છે, જે આપણું નથી અને સ્વભાવ માનવો, સ્વદ્રવ્ય માનવું, પોતાનું માનવું, એ ભય, ત્રાસ અને દુઃખ આપનાર છે. આ અંગે એક પ્રાચીન વાર્તા સંભળાવીને વર્તમાનકાલીન સત્ય ઘટના પણ બતાવીશ.
વસંતપુર નામનું નગર હતું. તેનો રાજા હતો શતાયુધ. તેની રાણી હતી લલિતા દેવી. એ રાણી અત્યંત ખૂબસુરત હતી અને મોહક વ્યક્તિત્વવાળી પણ હતી. ચોસઠ કળાઓમાં નિપુણ હતી. પરંતુ તે ચારિત્રહીન હતી! પતિને વફાદાર ન હતી. એક દિવસે તે મહેલના ઝરૂખામાં ઊભી રહીને રાજમાર્ગ ઉપર નજર નાખી રહી હતી, ત્યારે એક યુવાન રાજમાર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, તેની ઉપર તેની નજર પડી. એ યુવાનનું રૂ૫ અને જુવાની તેની આંખોમાં વસી ગયાં. યુવાન તો ચાલ્યો ગયો, પરંતુ રાણી એના ખ્યાલોમાં ખોવાઈ ગઈ. યુવાનના મોહપાશમાં બંધાઈ ગઈ. રાણીની એક દાસી દૂર ઊભી ઊભી રાણીની આ ક્રિયા જોઈ રહી હતી. તે રાણીના મનોરથ સમજી ગઈ. તે ધીરેથી રાણીની પાસે આવીને ઊભી રહી. રાણીએ એને પૂછ્યું:
હમણાં રાજમાર્ગ ઉપરથી સુંદર વસ્ત્ર ધારણ કરીને સ્વરૂપવાન યુવાન ગયો, તે કોણ હતો ? ક્યાં રહે છે? વગેરેની તું જલદી તપાસ કરીને આવ. પરંતુ કોઈનેય ખ્યાલ ન આવે એવી રીતે.' આમ કહીને રાણીએ પોતાની વીંટી કાઢીને દાસીને ભેટ આપી. દાસી પ્રસન્ન થઈ ગઈ અને પેલા યુવાન અંગેની જાણકારી મેળવવા ચાલી ગઈ. રાણી આતુરતાપૂર્વક એ યુવાનની રાહ જોતી હતી. દાસીએ કહ્યું: ‘મહારાણી ! એ સુંદર - દેખાવડો યુવાન તો આપણા નગરના નગરશ્રેષ્ઠી સમુદ્રપ્રિયનો પુત્ર
|
એકત્વ ભાવના
૨૨૭