________________
કરતા નથી. એ પણ નથી જાણતો કે મનુષ્ય માટે અંતિમ શરણ ધર્મ જ છે. મોહાસક્ત મનુષ્યને એમ કહેવામાં આવે કે તું ચૌદ રાજલોકનું ચિંતન કર'. તો તે ક્યારે અને કેવી રીતે ચૌદ રાજલોકનું ચિંતન કરશે? એનું ચિત્ત તો વૈષયિક સુખમાં જ રાચે છે. આર્ય-રૌદ્રધ્યાનનું ચિંતન ચાલતું રહે છે. ન તો તેને અધોલોકમાં આવેલ સાત નરકોથી મતલબ છે કે ન તો ઊદ્ધના દેવલોકોથી સંબંધ હોય છે. તે જ રીતે તે મધ્યલોકના અસંખ્ય દ્વીપસમુદ્રોમાં રચિ રાખતો નથી, મોહાધ મનુષ્યની અભિરુચિ લોકસ્વરૂપના વિષયમાં હોતી જ નથી, લોકમાં છ દ્રવ્ય હોય યા ન હોય, કૃત્રિમ હોય કે અકૃત્રિમ હોય, આદિ-અંતરહિત હોય કે સહિત હોય, આવા લોકોને મનઃસ્થિરતાથી કોઈ મતલબ નથી, તો પછી તે લોકસ્વરૂપનું ચિંતન કેવી રીતે કરશે? * પ્રગાઢ મોહાલ્પકારથી વ્યાપ્ત જીવાત્મા બોધિ' કેવી રીતે પ્રાપ્ત કરી શકે ? તે સમજતો જ નથી કે “બોધિ’ છે? તે ન તો બોધિના પ્રભાવને જાણે છે કે ન તો બોધિના સ્વરૂપને જાણે છે ! નિગોદમાં....અંધકારમય કૂપમાં પ્રતિસમય જન્મ-મૃત્યુની પરંપરામાં અતિ દુઃખી જીવોને ભાવોની શુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? સૂક્ષ્મ નિગોદમાંથી નીકળીને બાદર સ્થાવરત્વ પ્રાપ્ત કરે, તો પણ સમત્વ પ્રાપ્ત કરવું દુર્લભ છે. એમાં પણ પંચેન્દ્રિય થવું, ‘પયપ્તિ પ્રાપ્ત કરવી, સંજ્ઞા હોવી.... આ બધું અતિ મુશ્કેલ હોય છે. પછી મનુષ્ય જીવન પામવું અને વૃઢ આયુષ્ય પામવું સરળ નથી. મનુષ્ય જીવન પામીને મોહાસક્ત મનુષ્ય મહામોહમાં.. મિથ્યાત્વમાં અને માયા-કપટ વગેરેમાં ફસાઈ જાય છે અને પુનઃ સંસારના અગાધ કૂવામાં પડી જાય છે. મનુષ્ય જીવનમાં સન્માર્ગ પામવો, સન્માર્ગ પર શ્રદ્ધા થવી અને સન્માર્ગે ચાલવું, મોહાલ્વ મનુષ્ય માટે દુષ્કર હોય છે. તે આત્મબોધ પામી જ શકતો નથી. ' એક ડાકુ પ્રશાન્ત મનુષ્ય બને છે:
જ્યાં સુધી જીવાત્મા મહાક્રાન્ત બને છે ત્યાં સુધી તેના મનમાં સમત્વ આવતું નથી. આત્મામાં તો સહજ ભાવથી સમતા પહેલી જ છે, પરંતુ મોહદશાએ એને દબાવી રાખી છે. જો તમારે એ સમતા પ્રાપ્ત કરવી હોય તો મોહદશાને દૂર કરવી. પડશે. આ બાર ભાવનાઓના અભ્યાસથી મોહદશા મટી શકે છે. અથવા આ ભાવનાઓને હૃદયસ્થ કરનાર કોઈ મહાત્માના પરિચયથી મોહદશા દૂર થઈ શકે
તાજેતરમાં જ મેં એક સત્ય ઘટના વાંચી છે, તે તમને સંભળાવું છું. આ રોમાંચક ૪૪
પ્રસ્તાવના |