________________
सर्वेऽपीन्द्रियगोचराश्चचटुलाः संध्याभ्ररागादिवत् । સંધ્યાના ક્ષણિક રંગો જેવાં પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખ હોય છે. - વૈષયિક સુખોથી ઇન્દ્રિયો કદી તૃપ્ત થતી નથી.
– વિષયોની પ્રિયાપ્રિયની કલ્પનાઓ બદલાતી રહે છે. – પ્રિય વિષયની પ્રાપ્તિ પુણ્યકર્મને આધીન છે.
– પ્રિય વિષય પુણ્યકર્મ આપે છે, પાપકર્મ છીનવી લે છે !
પ્રિય વિષય અપ્રિય બની જાય છે, અપ્રિય વિષય પ્રિય બને છે.
-
કોઈ વાર એવું પણ બને છે કે પ્રિય વિષય પ્રાપ્ત થાય છે, પરંતુ ઇન્દ્રિયો ક્ષતિગ્રસ્ત થઈ જાય છે. ઇન્દ્રિયો વિષયોપભોગ કરી શકતી નથી.
મધુર શબ્દ સાંભળવાનાં સાધનો છે (રેડિયો, ટી.વી. વગેરે), પરંતુ કાન બહેરા થઈ ગયા હોય ! બહેરાપણું આવી ગયું હોય.
- સુંદર દૃશ્ય, સુંદર રૂપ... સૌંદર્યનાં સાધનો ઉપલબ્ધ હોય પરંતુ આંખે અંધાપો આવી ગયો હોય કે પછી આંખો રોગગ્રસ્ત થઈ ગઈ હોય.
૮૪
મનોહર બાગ હોય, અત્તર હોય, સુગંધવાળા અનેક પદાર્થો હોય, પરંતુ નાક જ બગડી ગયું હોય તો ? નાકે સુવાસ - દુર્ગંધનો અનુભવ જ થતો ન હોય તો ?
ખાવાનું સ્વાદિષ્ટ ભોજન હોય - પેય પદાર્થો હોય, પરંતુ જીભ જ સ્વાદહીન થઈ ગઈ હોય તો ? અથવા જીભે લકવો પડ્યો હોય તો ?
- સ્પર્શના પ્રિય વિષયો મળ્યા હોય, પરંતુ શરીરની ચામડી ‘સેન્સલેસ’ અનુભવરહિત બની ગઈ હોય તો ? કોઈ પ્રકારના પ્રય-અપ્રિય સ્પર્શનો અનુભવ જ નં થાય ને ?
વિષયોની અનિત્યતાની સાથે ઇન્દ્રિયોની પણ અનિત્યતાનો ચંચળતાનો વિચાર ચિંતન કરતાં રહેવું જોઈએ. આ ચિંતન જીવાત્માને વિષયલોલુપ નહીં થવા
દે.
યોગી ચિદાનંદજીએ પુદ્ગલ-ગીતામાં વિષયસુખોના ઉપભોગનાં ભયાનક પરિણામ બતાવ્યાં છે.
પુગલિક સુખ સેવત અહનિશ, મન-ઇન્દ્રિય ન ાવે, જિમ ધૃત મધુ આહૂત દેતાં, અગ્નિ શાન્ત ન થાવે. જિમ જિમ અધિક વિષય સુખ સેવે તિમ તિમ તૃષ્ણા દીપે, જિમ અપેય જલપાન કિયા હો, તૃષા કહાઁ કિમ છીપે ?
શાન્તસુધારસ ઃ ભાગ ૧