________________
મથુરામાં કુબેરસેનાની સાથે તેને ભોગવિલાસમાં લીન થયેલો જોયો. તે કંપી ઊઠી, તેનું હૃદય ચિત્કાર કરી ઊઠ્યું “અરે, પોતાની સગી માતાની સાથે ભોગવિલાસ? પોતાને જન્મ આપનારી માતાની સાથે રંગરાગભર્યું જીવન? અતિ ભયંકર અનર્થ થઈ ગયો આ તો !! તેઓ એકબીજાને ઓળખતાં નથી. હું જલદી જલદી ત્યાં જાઉં અને અનર્થને રોકું.'
સાધ્વી કુબેરદત્તા વિહાર કરીને મથુરા પહોંચી. એ ગાળા દરમિયાન કુબેરસેનાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. સાધ્વી કુબેરદત્તા વિચાર કરે છે: “આ બંનેને સમજાવવાં કેવી રીતે? કેવી રીતે ઉપદેશ આપું? ધર્મશાસ્ત્રનો ઉપદેશ તો તેઓ સાંભળશે જ નહીં અન્ય કોઈ યુક્તિ શોધવી પડશે. યથાર્થનો બોધ કરાવવો જ પડશે.'
સાધ્વી કુબેરદત્તા કુબેરસેનાને ઘેર પહોંચી. સાધ્વીએ તેને કહ્યું તમારા નવજાત શિશુને સારા સંસ્કાર આપીશ, તેને સુંદર હાલરડાં સંભળાવીશ. મારી પાસે રમતો રમશે. શું હું તમારે ઘેર રહી શકું? બાળક મારી પાસે રહેશે ત્યાં સુધી તમને પણ નવરાશ મળી જશે.” કુબેરસેનાએ સાધ્વીની વિનયયુક્ત મધુર વાણી સાંભળી. સાધ્વીજીનો સૌમ્ય, શીતળ, સુંદર ચહેરો જોયો. તેણે સાધ્વીજીને પોતાના ઘરમાં રહેવા માટેની રજા આપી દીધી. અન્ય સાધ્વીઓની સાથે કુબેરદત્તાએ ત્યાં નિવાસ કર્યો.
કુબેરદત્ત પોતાની બહેન કુબેરદત્તાને સાધ્વીરૂપમાં ઓળખી શકતો નથી. કુબેરદત્તાએ ઉગ્ર તપશ્ચર્યા કરીને શરીરને કુશ કરી દીધું છે, અને તે પણ સાધ્વીના વેશમાં. કુબેરના દરરોજ પોતાના નવજાત પુત્રને સાધ્વીજી પાસે મૂકીને જાય છે. સાધ્વીજી હસે છે, શિશુને હસાવે છે અને એક હાલરડું ગાય છેઃ
ભાઈ તું બેટ મારી, દેવર વળી ભત્રીજ, પિતરાઈ ને પૌત્ર-ઈમ સંબંધનાં બીજ ૧ ભાઈ - પિતા-માતામહ ભઈ બેટો સસરો તેહ છ સંબંધ ધરું છું તાહરા જનકથી હું સસ્નેહ-૨ માતા, પિતામહી, ભોજાઈ વહુ સાસુ વળી શોક છ સંબંધ ધરાવે મુજથી માતા તુ જ અવલોક...૩
(જંબૂસ્વામી રાસ) સાધ્વી એવા ઊંચા સ્વરે હાલરડું ગાય છે કે કુબેરદત્ત અને કુબેરસેના પણ સાંભળી શકે. દરરોજ ગાય છે, વારંવાર ગાય છે. કુબેરદત્તને આનો અર્થ સમજાતો નથી. એક દિવસ તેણે સાધ્વીજીને પૂછી જ નાખ્યુંઃ પૂજ્યા, આપ મારા પુત્રને રોજ
[ સંસાર ભાવના
૨૦૩