________________
बहु खु मुणिणो भई, अणगारस्स भिक्खूणो । सव्वओ विप्पमुक्कस्स एगंतमणुपस्सोओ।। ९/१६ હે બ્રાહ્મણ, સ્ત્રી, પુત્ર વગેરે સ્વજનોનો ત્યાગ કરનારા અને સર્વ પાપવૃત્તિઓનો પરિહાર કરનારા ભિક્ષુઓને કોઈ વસ્તુ પ્રિય નથી હોતી, કોઈ વસ્તુ અપ્રિય નથી હોતી. એમને તો સર્વત્ર સમભાવ - સમત્વ હોય છે. બ્રાહ્મણ, પરિગ્રહથી સર્વથા. મુક્ત, અણગાર એવા ભિક્ષુઓને તો હું એકલો છું' એવી એકત્વની મસ્તીમાં ઘણું સુખ મળે છે.
ત્યારે ઈન્દ્ર કહ્યું હે રાજર્ષિ, ઠીક છે તમારી વાત, પરંતુ તમે કિલ્લા-પ્રાકાર બનાવીને, ગોપુર, અટ્ટાલિકાઓ, યુદ્ધનાં સ્થાન, શસ્ત્રાગાર ઇત્યાદિ બધું જ. વ્યવસ્થિત બનાવીને જજો. રાજર્ષિએ પ્રત્યુત્તર આપ્યોઃ सद्धं च नगरं किच्चा, तव संवरमग्गलं । . खंति निउण पागारं तिगुत्तं दुप्पधंसगं ॥ ९/२० धणुं परक्कम किच्चा, जीवं च इरिअं सया । थिई च केअणं किच्चा, सच्चेणं पलिमंथए ॥ ९/२१ . तव नाराय जुत्तेणं भित्तुणं कम्मकं चुअं । . . मुणी विगढं संगामो, भवाओ परिमुच्चई. ॥ ९/२२ હે બ્રાહ્મણ, મેં એક અભિનવ નગર વસાવ્યું છે. શત્રુ ઉપર વિજય પામવા માટે શાસ્ત્ર વગેરે પણ બનાવી લીધાં છે, સાંભળોઃ - ‘શ્રદ્ધા” નામે નગર વસાવ્યું છે. - “પ્રશમને નગરનો મુખ્ય દરવાજો બનાવ્યો છે. - ‘સંવરને કમાડ બનાવ્યાં છે. - ‘ક્ષમાને ગઢ બનાવ્યો છે.
મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિને અાલિકા, ખાઈ અને શસ્ત્ર બનાવ્યાં છે. - વલ્લાસને ધનુષ્ય બનાવ્યું છે. - પાંચ સમિતિ'ની ધનુષ્યની દોરી બનાવી છે. - ધૈર્યને ધનુષ્ય પકડવાની મૂઠી બનાવી છે. - 'તપનાં બાણ - તીર બનાવ્યાં છે.
[૨૪૨ |
૨૪૨
| શાન્ત સુધારસ ભાગ ૧
શાન્તસુધારસ : ભાગ ૧