________________
નમિરાજાનો સંવાદ વાસ્તવમાં હૃદયસ્પર્શી છે. સાંભળો, એ સંવાદની કેટલીક વાતો સંભળાવું.
નમિરાજા મિથિલાના રાજા હતા. તેમને પૂર્વજન્મની સ્મૃતિ જાગૃત થઈ આવી હતી. સ્વર્ગલોક જેવા શ્રેષ્ઠ ભોગસુખો પ્રત્યે તેઓ વિરક્ત બન્યા. પુત્રનો રાજ્યાભિષેક કરી દીધો અને તેમણે મહાભિનિષ્ક્રમણ કર્યું - એટલે કે ભોગસુખોનો, વિભવનો, રાજ્યનો ત્યાગ કરીને સાધુ બની ગયા. જ્યારે તેઓ મિથિલા છોડીને ચાલ્યા ત્યારે મિથિલામાં સર્વત્ર વિલાપ, રૂદન......શોકનો કોલાહલ વ્યાપી ગયો. પ્રજાનો રાજા પ્રત્યે અપાર પ્રેમ હતો.
એ સમયે દેવરાજ ઈન્દ્ર પોતાના અવધિજ્ઞાનના આલોકમાં નમિરાજર્ષિને મિથિલા છોડીને જતા જોયા, ઈન્દ્ર બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને રાજષિને મળ્યા. પ્રણામ કરીને રાજર્ષિને પૂછ્યું:
किं नु भो अज्ज मिहिलाए कोलाहलग संकुला । सुच्चंतिदारुणा सह पासएसु गिहेसु अ ॥ ९/७ હે રાજર્ષિ, આજ મિથિલામાં, મહેલોમાં અને ગૃહોમાં સર્વત્ર રુદન, વિલાપાદિ શબ્દો સંભળાઈ રહ્યા છે ! કારણ શું છે?”
રાજર્ષિએ કહ્યું - 'હે બ્રાહ્મણ, ઉદ્યાનમાં રહેલું મનોરમ વૃક્ષ પ્રચંડ આંધીતોફાનમાં પડી જાય છે ત્યારે એની ઉપર બેઠેલાં પક્ષીઓ દુઃખી થાય છે, આશ્રયહીન થાય છે એટલા માટે તેઓ કંદન-રુદન કરે છે. એટલે કે લોકો પોતાનો સ્વાર્થ નષ્ટ થવાથી રડે છે. મારી પ્રવ્રજ્યાને કારણે રડતા નથી.”
દેવેન્દ્ર કહ્યું: ‘રાજર્ષિ, આપ મિથિલા તરફ જુઓ તો ખરા ! મિથિલા આગમાં બળી રહી છે. આપના અંતઃપુરમાં આગ લાગી છે. રાણીવાસ બળી રહ્યો છે. આપ - કેમ એ તરફ જોતા નથી?” રાજર્ષિ સમતાથી બોલ્યા:
सुहं वसामो जीवामो जिसिंमो नत्थि किंचणं । मिहिलाए उज्झमाणीए न में डज्झइ किंचण ॥ ९/१४ હે બ્રાહ્મણ, અમે સુખથી જીવીએ છીએ, સુખથી રહીએ છીએ, મારું કશું નથી, મિથિલા બળી રહી છે. મારું કશું બળતું નથી.
चत्तपुत्तकलत्तस्स मिव्वा वारस्स भिक्खुणो । पिअंण विज्जइ किंचि अप्पिअंपि ण विज्जई ॥ ९/१५
એકત્વ ભાવના
૨૪૧