________________
પછી ડોસો થઈને ડગમગ-ડગમગ ચાલ્યો હો જિનવરિયા ! ૮ ચાર ગતિ ચોગાનમાં, નાચ્યો નાચ અપાર, ‘ન્યાયસાગર’ નાચ્યો નહીં રત્નત્રયીને આધાર.
પણ કુમતિનો ભરમાવ્યો, કૉઈ ના સમજ્યો હો જિનવરિયા ! ૯ સંસારની ચાર ગતિમાં પરિભ્રમણ :
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી જીવાત્મા કેમ અને કેવી રીતે સંસારમાં પરિભ્રમણ કરે છે, એ બે શ્લોકમાં બતાવ્યું છે ઃ
विभ्रान्तचित्तो बत बम्भ्रभीति, पक्षीव रुद्धस्तनुपञ्जरेऽङगी । नुन्नो नियत्याऽतनुकर्मतन्तु-सन्दानितः सन्निहितान्तकौतुः ॥ ४ ॥ अनन्तान्पुद्गलावर्ताननन्तानन्तरूपभृत् ।
अनन्तशो भ्रमत्येव जीवोऽनादिभवार्णवे ॥ ५॥
આ બિચારો જીવ, ભવિતવ્યતાથી પ્રેરિત, ભારે કર્મોના દોરડાથી બંધાયેલો અને કાળ - મોત - બિલાડા પાસે રહેલો જીવ, દિશાશૂન્ય થઈને ભટકતો રહ્યો છે. પિંજરામાં બદ્ધ પક્ષીની માફક શરીરના પિંજરામાં કેદ જીવાત્મા આ સંસારમાં પરિભ્રમણ (જન્મ-મરણ) કર્યા કરે છે.
સંસારની ચાર ગતિઓમાં અને ૮૪ લાખ યોનિઓમાં ભટકતો - અનંત અનંત દેહ ધારણ કરતો રહે છે. અનંત પુદ્ગલ પરાવર્તકાળથી અનાદિ ભવસંસારમાં અનંત વા૨ ભ્રમણ કર્યા કરે છે.
ભટકવામાં પ્રેરક તત્ત્વ છે ‘ભવિતવ્યતા’ :
સર્વજ્ઞ પરમાત્માએ દરેક કાર્યની પાછળ પાંચ કારણો બતાવ્યાં છે. આ પાંચ કારણોમાંથી એક કારણ છે ‘ભવિતવ્યતા.’ ભવિતવ્યતાને નિયતિ પણ કહે છે. જે વાતમાં કોઈ પરિવર્તનની શક્યતા ન હોય, જે વાત નિશ્ચિત રૂપે થાય છે - બને છે જ, તેને ભવિતવ્યતા કહે છે. ભવિતવ્યતાની આગળ પુરુષાર્થ કામયાબ થતો નથી. જીવોના ચાર ગતિમય સંસારમાં જે રખડપટ્ટી થાય છે - એ રઝળપાટમાં પ્રેરક તત્ત્વ છે - ભવિતવ્યતા ! જીવોને ચાર ગતિમાં ભટકવું જ પડે છે.
પ્રશ્ન ઃ આ પરવશતાનું કોઈ કારણ હશે ને ?
ઉત્તર : હા, એક કારણ છે. પ્રત્યેક જીવાત્મા કર્મોથી બંધાયેલો છે. કર્મોનું બંધન જ કારણ છે. અને જ્યાં સુધી કર્મોનું બંધન રહે છે, ત્યાં સુધી દરેક જીવને શરીર ધારણ કરવું જ પડે છે. જેવું કે પિંજરાનું પક્ષી ! ચાર ગતિઓમાં જીવોનાં ભિન્ન
શાન્તસુધારસ : ભાગ ૧
૧૯૨