SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ગર્ભાવસ્થાનું. માતાના અપવિત્ર ઉદરમાં જીવ નવ-નવ માસ સુધી દુઃખ સહન કરે છે. બીજું દુઃખ બતાવ્યું છે જન્મનું. ત્રીજું દુઃખ બતાવ્યું છે યૌવનકાળમાં થના૨ વિષયસુખોના સંયોગ-વિયોગનું. ચોથું બતાવ્યું છે વૃદ્ધાવસ્થાનું અને પાંચમું દુઃખ બતાવ્યું છે મૃત્યુનું ! એક ગુજરાતી કાવ્યમાં આ દુઃખોનું વર્ણન ખૂબ જ હૃદયસ્પર્શી રીતે કરવામાં આવ્યું છે - એની ભાષા સરળ ગુજરાતી છે. સમજમાં આવી જાય એવું કાવ્ય છે. જિનવર પ્રભુની સામે કવિશ્રી ન્યાયસાગરજી પોતાને નટ (એક્ટ૨) કહીને આખી વાત કરી રહ્યા છે. સાંભળો : હું તો નટવો થઈને નાટક એવાં નાચ્યો હો જિનવરિયા ! પહેલાં નાચ્યો પેટમાં, માતાના બહુવાર, ઘોર અંધારી કોટડી, ત્યાં કુણ સુણે પોકાર.... ત્યાં માથું નીચું ને છાતી ઊંચી હો જિનવરિયા..........હું તો. ૧ હાડમાંસનું પીંજરું, ઉપર મઢિયો ચામ, મલમૂત્ર માંહે ભર્યો, મેં માન્યું સુખનું ધામ, ત્યાં નવ-નવ મહિના, ઊંધે મસ્તક લટક્યો હો જિનવરિયા ! ૨ ક્રોડક્રોડ રોમ-રોમમાં કરી ધગધગતી સોય, ભોંકે જો કોઈ સામટી, કષ્ટ અષ્ટગણું હોય, પછી માતાને મેં જમનાં દ્વાર દેખાડ્યાં હો જિનવરિયા ! ૩ બાંધી મૂઠી દોયમાં હું લાવ્યો પુણ્ય ને પાપ, ઉંવાં ઉંવાં કરી હું રહું, જગમાં હર્ષ ન માય, પછી પડદામાંથી રંગભૂમિ પર, આવ્યો હો જિનવરિયા ! ૪ પારણિયામાં પોઢીયો ને માતા હાલો ગાય, ખરડાયો મલમૂત્રમાં, અંગુલી મુખ જાય, પછી ભીનામાંથી સૂકામાં, સુવડાવ્યો હો જિનવરિયા ! પ છોટાનો મોટો થયો, રમતો ધૂળીમાંય, પિતાએ પરણાવીયો, માતા હરખ ન માય. પછી નારીનો નચાવ્યો થે-ચૈ નાચ્યો હો જિનવરિયા ! ૬ કુટુંબ ચિંતા કા૨મી - ચૂંટ કલેજા ખાય, એથી તો ભલી ડાકણી, મનડું મોહી મુંઝાય. જાણે કોશીટાનો કીડો, જાલ ગુંથાયો હો જિનવરિયા ! ૭ દાંતો ને દાઢો પડી, ને નીચાં ઢળિયાં નેણ, ગાલોની લાલી ગઈ, ખૂ ખૂ થઈ ગઈ રેન. સંસાર ભાવના ૧૯૧
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy