________________
હિંસા, અસત્ય, ચોરી, અનીતિ, અન્યાય વગેરે પાપોનો સમાવેશ થઈ જ જાય છે.
ઈષ્ટ અને પ્રિય વસ્તુ યા વ્યક્તિ, સહજતાથી નથી મળતી તો મનુષ્ય ખોટા રસ્તેથી એને પામવા માટે પ્રયાસ કરે છે. ભરત ચક્રવર્તીને બાહુબલિનું રાજ્ય માગવાથી ન મળ્યું. બાહુબલિએ ભરતની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, તો ભરત યુદ્ધ માટે તત્પર થઈ ગયો હતો ને? યુદ્ધ એટલે કે હિંસા ! હમણાં જ અમેરિકાએ ઈરાક ઉપર આક્રમણ કર્યું હતું ને? કેવું ભયાનક યુદ્ધ છેડાઈ ઊઠ્યું હતું?
અમેરિકા ઈરાક ઉપર સત્તા ઇચ્છતું હતું! જેવું રાષ્ટ્રીય સ્તર પર હોય છે તેવું સામાજિક અને વ્યક્તિગત જીવનમાં પણ બને છે. ઈષ્ટ અને પ્રિયના સંયોગની ઇચ્છા કરવી અને પ્રાપ્ત ઈષ્ટ-પ્રિયની રક્ષા કરવાના વિચારો કરવા આર્તધ્યાન છે.
૨. બીજો પ્રકાર છે આર્તધ્યાનનો - ઈષ્ટ અને પ્રિયના વિયોગનો વિચાર, મનુષ્યની પાસે જે ઈષ્ટ અને પ્રિય હોય છે, તેને માટે મનુષ્ય ઈચ્છતો નથી કે તે ચાલ્યું જાય, નષ્ટ થઈ જાય. પ્રિય વસ્તુ હોય કે પ્રિય વ્યક્તિ હોય. મનુષ્ય આવી ચિંતા કરીને દુઃખી થાય છે.
એક ભાઈ એટલા માટે દુખી હતા, અશાન્ત હતા કે તેમનો એકનો એક દીકરો એમને પ્રિય હતો. એ ઈચ્છતા ન હતા કે તે પુત્રનો તેમને વિયોગ થાય, તેનું મૃત્યુ થાય..... અપહરણ થાય. પુત્ર ન હતો ત્યારે દુઃખી હતા, પુત્ર પ્રાપ્ત થયો ત્યારે પણ દુઃખી થયા. પ્રિયના વિયોગનો ભય દુઃખી કરે છે. એ રીતે એક ભાઈને ભાગ્યને લીધે દશ લાખ રૂપિયા મળી ગયા. આ પહેલાં તે દરિદ્ર હતા, દુઃખી હતા. દશ લાખ મળ્યા પછી પણ તે દુઃખી થઈ ગયા.
‘રૂપિયા ચાલ્યા જશે તો?” દુનિયામાં ધન ચાલ્યું જવાની વાત છાપામાં વાંચે તો અત્યંત દુઃખી બની જાય છે. આર્તધ્યાન અશાન્ત બનાવે જ છે. આર્તધ્યાન કરનાર અજ્ઞાની મનુષ્યની પાસે તત્ત્વજ્ઞાન તો હોતું જ નથી. તત્ત્વજ્ઞાન વગર તો શાન્તિ મળતી જ નથી.
- સત્તાધીશ પોતાની સત્તાનો વિયોગ થાય તેવી કલ્પનાથી દુઃખી થાય છે. - ધનવાન પોતાની સંપત્તિ ચાલી જવાની કલ્પનાથી દુઃખી થાય છે. -- પ્રતિષ્ઠિત વ્યક્તિ પોતાની પ્રતિષ્ઠા ચાલી જવાની કલ્પનાથી દુઃખી થાય છે. - માતાપિતા પોતાનાં સંતાનના વિયોગની કલ્પનાથી દુઃખી થાય છે. - બાળક પોતાનું પ્રિય રમકડું ચાલ્યું ન જાય એટલા માટે ચિંતિત હોય છે. - નોકર પોતાની નોકરી ચાલી ન જાય એટલા માટે ચિંતાતુર હોય છે. આ બધાં જ આર્તધ્યાન છે. આવું આર્તધ્યાન મનુષ્યના મનમાં ચાલતું જ રહે છે
૬૦
પ્રસ્તાવના