________________
ધર્મક્રિયા કરનારા સાવધાન !:
એટલા માટે હું તમને કેટલીય વાર કહું છું કે તમે ધર્મક્રિયાઓ કરીને અભિમાન ન કરો. ધર્મક્રિયા કરવા માત્રથી જ મુક્તિ નિશ્ચિત નથી થતી: તમે લોકો મારા નીચેના પ્રશ્નોના ઉત્તર આપજોઃ ૧. શું તમને પાપક્રિયા પ્રત્યે નફરત થઈ છે? ૨. પાપક્રિયા કરનારાઓ પ્રત્યે ભાવકરુણા થાય છે? ૩. પોતે પાપક્રિયા કર્યા ઉપર પશ્ચાત્તાપ થાય છે? ૪. પૂર્ણ જાગૃતિની સાથે ઉપયોગપૂર્વક પ્રતિક્રમણ કરો છો ? પ. જે કોઈ ધર્મક્રિયા તમે કરો છો એ સમયે આનંદ અને કર્યા પછી અનુમોદનાનો
ભાવ જાગે છે? ૬. જે બીજા લોકો તમારા કરતાં વધારે સારી ધર્મક્રિયા કરે છે તેમની તમે પ્રશંસા
કરો છો ? એમની પ્રશંસા સાંભળીને પ્રમોદભાવ આવે છે? ૭. પાપક્રિયા કર્યા પછી હૃદયમાં દુઃખ થાય છે? ૮. “સર્વ પાપોનું કારણ સંસારવાસ છે, આ જિનવચન હૃદયસ્થ થયું છે ખરું? ૯. સંસારત્યાગ કરીને જ્યારે સંન્યાસી બનું? - આવી ભાવના જાગે છે ખરી? ૧૦. સંયમધર્મનું સારું પાલન કરવાનો મનોરથો ચિત્તમાં જાગે છે?
આ પ્રશ્નોનું ચિંતન કરજો. તમારી ડાયરીમાં ઉત્તરો લખજો. આ રીતે આત્મ અવલોકન કરવું. “સંસાર ભાવનાથી ભાવિત થવું છે. સંસાર ભાવનાથી ભાવિત થઈને સંસાર પ્રત્યે વિરક્ત બનવું છે. સંસાર-વિરક્તિ જ આત્મ-આનંદની જનની છે. સંસારનવિરક્તિ આવતાં રાગદ્વેષ મંદ થઈ જશે. સંસાર-વિરક્તિ આવતાં અંતરાત્મભાવ જાગ્રત થશે, એમાં સ્થિરતા થશે અને પરમાત્મા પ્રત્યે પ્રીતિભાવ જાગ્રત થશે. સંસાર ભાવના' ભાવતાં સંસારથી વિરક્ત બનો, એ જ મંગલ કામના. આજે બસ, આટલું જ.
૨૨૦
| શાન્તસુધારસ : ભાગ ૧]