________________
શુભાશુભ કર્મ જ સાથે ચાલે છે:
મૃત્યુ પછી સ્નેહી સ્વજનો, પરિજનો વગેરે પણ સાથે નથી જતાં, સાથે જાય છે માત્ર જીવે કરેલ શુભાશુભ કર્મ! આ જીવનમાં પણ સારા-ખોટાં કર્મ બાંધ્યાં હશે તે ક આત્માની સાથે પરલોકમાં જાય છે, શુભ કાર્યો જીવ સાથે પરલોકમાં જાય છે તો જીવને પરલોકમાં સુખનાં સાધનો મળે છે, અશુભ કમ પરલોકમાં સાથે જાય છે, તો દુઃખનાં નિમિત્ત મળે છે. પુણ્યથી સુખ અને પાપથી દુઃખ મળે છે. | મુનિરાજ ગદભાલીએ સંજય રાજાને આ જિનવચનો સંભળાવ્યાં અને રાજાના મનને સંસારમાંથી વિરક્ત બનાવ્યું. રાજાએ સંસારનો ત્યાગ કર્યો અને તે સિદ્ધ, બુદ્ધ, મુક્ત થઈ ગયો. તેના સંસાર-પરિભ્રમણનો અંત આવી ગયો. નિમિત્ત અને ઉપાદાનઃ - જિનવચન નિમિત્ત છે. જે જિનવચનો રાજા સંજયને મળ્યાં હતાં, તે જ જિનવચનો આપણને મળ્યાં છે. તે શ્રેષ્ઠ જિનવચનોનું નિમિત્ત પામીને ભવસાગરને પાર ઊતરી ગયા, જ્યારે આપણે હજુ સુધી ભવસાગરમાં અથડાઈએ છીએ. આવું કેમ બને છે એવો મનમાં વિચાર આવે છે ને? જ્ઞાની પુરુષોએ આ પ્રશ્નનું સમાધાન આપ્યું છે.
નિમિત્ત - કારણ ગમે તેવું શ્રેષ્ઠ હોય, પરંતુ જો ઉપાદાન પરિપક્વ ન હોય તો ફળપ્રાપ્તિ થતી નથી. ઉપાદાન હોય છે આત્મા, આત્માની ભવસ્થિતિ પરિપક્વ ન હોય તો નિમિત્તની અસર થતી નથી. રાજા સંજયના આત્માની યોગ્યતા પરિપક્વ થઈ ગઈ હતી.
સભામાંથી એ તો માંસાહારી હતો, શિકારી હતો, રસલોલુપ હતો.
મહારાજશ્રી તમે લોકો બોલ જીવ છો. તમે બીજાની બાહ્ય ક્રિયાઓ જોઈને તેની યોગ્યતા-અયોગ્યતાનો નિર્ણય કરો છો. જ્ઞાનીપુરુષ કદી પણ બીજાની બાહ્ય ક્રિયા જોઈને યોગ્યતાનો-અયોગ્યતાનો નિર્ણય નથી કરતા. તે તો તેની આત્મદશાને જુએ છે. તેઓ તો તેની અંદર જુએ છે! - જેમ ભૂસ્તરશાસ્ત્રી માટીમાં સોનું જુએ છે અને અજ્ઞાની તો પિત્તળમાં સોનું જુએ છે. જેમ તમે ધર્મક્રિયા કરનારને મોક્ષગામી માની લો છો અને પાપક્રિયા કરનારને નરકગામી માની લો છો !પણ જ્ઞાનીપુરુષ એવું નથી માનતા. તેઓ તો ઉપાદાનભૂત આત્માની ભીતરી અવસ્થાને જુએ છે. સંભવ છે કે આ ભવમાં મોક્ષ પામનાર જીવોની ક્રિયા પાપની હોય અને અનંત સંસારમાં ભટકનાર જીવની ક્રિયા ધર્મની હોય! એ ધર્મક્રિયા એને મુક્તિ નથી અપાવતી.
સંસાર ભાવના
દ
૨૧૯ |