________________
ગતિમાં જઈશ ?’ આ વિચાર દરરોજ કરવો જોઈએ. પરલોકનો વિચાર મનુષ્યને પાપ કરતો રોકે છે. પાપ કરવાથી દુર્ગતિમાં જવું પડે છે... નરક અને તિર્યંચગતિમાં જન્મ લેવો પડે છે. આ વાત જે મનુષ્ય જાણે છે તે પાપોથી બચીને જીવન વ્યતીત કરશે.
સ્વજનો સાથે નહીં ચાલે :
જે સ્વજનો માટે જીવ સ્વજનપ્રેમથી પ્રેરિત થઈને પાપ કરે છે અથવા પોતાના સ્વાર્થ ખાતર સ્વજનો સાથે રાગદ્વેષ કરે છે; તે સ્વજન-પત્ની, પુત્ર, ભાઈ, બહેન, મિત્ર વગેરે જીવના મૃત્યુ પછી પરલોકમાં સાથે નથી જતાં. જે સ્વજનોને કારણે જીવ પાપ કરે છે, દુષ્કર્મ કરે છે, તે સ્વજનો જ્યારે જીવને પાપનાં ફળ ભોગવવાં પડે છે ત્યારે દુઃખમાં ભાગીદાર થવા નથી આવતાં. આ વાત સારી રીતે સમજી લેવા માટે અભયકુમાર અને કાલસૌરિક કસાઈના પુત્ર સુલસની વાર્તા વાંચજો. અભયકુમારે આ વાત સુલસને પ્રયોગાત્મક રીતે સમજાવી હતી.
મૃત્યુ પછી તમામ સંબંધોની પૂર્ણાહુતિ ઃ
સ્વજન-પરિજનોનો સ્નેહ-સંબંધ, આદાનપ્રદાન વગેરે ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી મૃત્યુ નથી આવતું ! પિતાનું મૃત્યુ થઈ ગયું. પુત્ર પિતાના મૃતદેહને ઘરમાંથી બહાર કાઢે છે. પિતા માટે ગમે તેટલો પ્યાર હોય, પિતા મરી ગયા; બસ,
પ્યાર પણ મરી ગયો ! એ જ રીતે પુત્ર પણ પિતાને પ્રિય હતો, પણ મેરી ગયો તો પિતા પણ પુત્રના મૃતદેહને ઘરમાં રાખતા નથી, તરત જ ઘર બહાર કઢાવે છે ! એ રીતે પતિપત્નીનો સંબંધ, ભાઈ-ભાઈનો સંબંધ, મિત્રમિત્રનો સંબંધ પણ જ્યાં સુધી જીવન હોય છે ત્યાં સુધી જ સ્નેહ, પ્યાર, સંબંધ રહે છે. મૃત્યુની સાથે બધું જ સમાપ્ત થઈ જાય છે.
મૃત્યુનો શોક અલ્પકાલીન :
પ્રિયજનના મૃત્યુ પછી સ્વજન-વિરહની વ્યથા-વેદના પ્રાયઃ અલ્પકાલીન હોય છે. બળદેવ-વાસુદેવનો પ્રેમ એમાં અપવાદ સમજવો જોઈએ. એના સિવાય સંસારમાં સર્વત્ર મૃત્યુનો શોક અલ્પકાલીન જ હોય છે. પ્રિયજનના મૃત્યુ પછી થોડોક જ સમય વ્યતીત થયા પછી સ્વજનો મસ્તીમાં ખાય છે, પીએ છે, શૃંગાર સજે છે, રંગરાગમાં ડૂબી જાય છે.
જે વ્યક્તિ મરી જાય છે તે સર્વ સંપત્તિ, વૈભવ છોડીને મરી જાય છે. એ સંપત્તિનો, વૈભવનો ઉપયોગ એનાં સ્વજનો વગેરે મજાથી કરતાં હોય છે. પુણ્યદાન ઘણું ઓછું કરે છે. ભોગોપભોગ જ વધારે કરે છે.
૨૧૮
શાન્તસુધારસ : ભાગ ૧