________________
- પોતાનું શરીર પ્રિય લાગે છે? કેમ? - અશુચિભાવના નથી! - પાપ-પુણ્યકર્મોનો વિચાર નથી આવતો? કેમ? - આસવભાવના નથી ! - કર્મ બંધ નહીં કરવાનો વિચાર નથી આવતો?કેમ? - સંવરભાવના નથી! - તપ કરવાનો વિચાર નથી આવતો ને? કેમ? - કર્મનિર્જરા ભાવના નથી ! - ધર્મપુરુષાર્થ કરવાની ઈચ્છા નથી થતી? કેમ? - ધર્મસુકૃત ભાવના નથી ! – અનંત જીવસૃષ્ટિનું ચિંતન નથી કરતા? કેમ? - લોકસ્વરૂપ ભાવના નથી ! - બોધિ-સમ્યકત્વ પામવાની ઈચ્છા નથી થતી? કેમ? - બોધિદુર્લભ ભાવના
નથી.
જે આ તમામ ભાવનાઓ અંતઃકરણમાં હોય તો ઈર્ષા, દ્વેષ, મોહ, આસક્તિ, દંભ, પ્રપંચાદિ દોષ રહી શકે?દોષોથી મુક્ત થવા માટે, મનને, ચિત્તને, અંતઃકરણને દોષરહિત કરવા માટે એક જ ઉપાય છે - ભાવનાઓનું વારંવાર ચિંતન. મન અટવાયું છે બાહ્ય સુખ-દુઃખોમાંઃ
ઈષ વગેરે દોષોનું કારણ છે - સુખ-દુઃખોની કલ્પનાઓ. બાહ્ય સુખ-દુઃખોની કલ્પનાઓ જ ઈષદિ દોષોને ઉત્પન્ન કરે છે. આ વિષયમાં એક વાત છે. હમણાં તમે જે વાત સાંભળી એવી જ વાર્તા, પરંતુ થોડુંક અંતર છે.
એક વાર એક ગામમાં આકાશવાણી સંભળાઈ. દિવ્ય ઘોષણા થઈ. પરમ કૃપાળુ પરમાત્મા તમારાં દુઃખો જાણે છે. તમે લોકો કોઈને કોઈ વાતે દુઃખી છો, એ વાત પરમાત્માને ખબર છે. તમને તમારી જાત સિવાય અન્ય લોકો વધારે સુખી લાગે છે. એટલા માટે એક સારી વ્યવસ્થા કરવામાં આવી છે.
“કાલે સાંજના તમે બધાં તમારાં તમામ દુઃખોનું પોટલું બાંધીને ગામની બહાર એક વિશાળ તંબુ છે, તે તંબુમાં ભરાવી દેજો. પછી શાન્તિથી ત્યાં બેસી જજો. તમારું પોટલું બરાબર ધ્યાનમાં રાખજો. જ્યારે તંબુમાં પ્રકાશ થાય ત્યારે તમે જેને વધારે સુખી માનો છો, તેનું પોટલું લઈ લેજો, તેનાં જે સુખ-દુઃખ છે, તે તમારાં થઈ જશે. સૂર્યોદય થતાં પોતપોતાને ઘેર જજો.’
આકાશવાણી અનુસાર સૌએ પોતપોતાનાં પોટલાં તંબુમાં ટીંગાળી દીધાં. પછી વિચારવા લાગ્યાં કોનું પોટલું લઈશું? જેનું પોટલું લઈશું તેમાં સુખની સાથે દુઃખ પણ આવશે. કોનું દુઃખ કેવું હોય તેની શી ખબર? બીજાનાં સુખ આપણા માટે અણ જાણ પણ હોય. આપણાં જ દુઃખ સારાં. Known Devil is better than the unknown Devil.
[ ૭૪ ]
૭૬
[ પ્રસ્તાવના
પ્રસ્તાવના
|