________________
ઊભાં થઈ ગયાં. દુઃખ બદલાઈ ગયાં હતાં. નવી ચિંતાઓ સવાર થઈ ગઈ હતી. મનુષ્યમન તો આમેય ઈષગ્રસ્ત હોય છે. બીજાનાં સુખ એને સદા દુઃખી કરતાં હતાં, બીજાનાં દુઃખ એને સુખી કરતાં હતાં. કારણ, બીજું કોઈ દુઃખી રહ્યું ન હતું. પરંતુ બીજું કોઈ દુખી ન હોય તો સ્વયંને સુખ કેવી રીતે મળે?
એ ગામમાં એક વૃદ્ધ સંન્યાસી હતો. તે પોતાનાં દુઃખો છોડવા અને સુખ લઈ આવવા બહાર ગયો ન હતો. જો કે લોકોએ એને ખૂબ સમજાવ્યો હતો. ઘોષણા અનુસાર તક ખોવા જેવી ન હતી, પરંતુ એ યોગી માન્યો નહીં. તેણે તો સૌને હસતાં હસતાં કહ્યું હતું કે - “જે બહાર છે તે સુખ નથી, આનંદ નથી. જે આનંદ મારી અંદર છે, એને શોધવા બહાર શા માટે જાઉં? મેં તો મારા અંતઃકરણમાં જ આનંદ જોયો. છે અને પ્રાપ્ત કર્યો છે.'
આ સાંભળીને લોકોએ તો એ સંન્યાસીને પાગલ જ માન્યો હતો. મહામૂર્ખ માન્યો હતો. લોકોનાં ઘર આ બાજુ મહેલ બની ગયાં હતાં. હીરામોતી પથ્થરની જેમ રસ્તામાં પડ્યાં હતાં. આટલી સમૃદ્ધિ હોવા છતાં પણ એમને ખુશી ન હતી, આનંદ ન હતો, ત્યારે એ યોગીએ લોકોને હસતાં હસતાં કહ્યું: “શું હજી સુધી તમને લોકોને તમારી ભૂલ સમજાઈ નથી? સુખ અને દુઃખ ક્યાં છે તે નથી સમજાતું? સુખ અને દુખ તમારા અનાસક્ત અંતઃકરણમાં જ છે. તમારી પોતાની અંદર જ સુખ અને દુઃખ પડેલાં છે !!
મન ઈર્ષ્યા આદિ દોષોથી ગ્રસ્ત કેમ? : છે જ્યાં સુધી ભાવનાઓથી ‘અનિત્ય’ અશરણ આદિ ભાવનાઓમાં, મૈત્રી, પ્રમોદ
આદિ ભાવનાઓથી મન શુભ અને શુભ્ર બનતું નથી ત્યાં સુધી ઈર્ષા, દ્વેષ, મોહ, આસક્તિ, દંભ, પ્રપંચ આદિ અસંખ્ય દોષ રહેવાના જ છે.
- કોઈ મનુષ્ય તમને શત્રુ લાગે છે? કારણ? - મૈત્રીભાવના નથી ! - કોઈ મનુષ્ય પ્રત્યે ઈર્ષ્યા થાય છે? કારણ? - પ્રમોદભાવના નથી ! - કોઈ મનુષ્ય પ્રત્યે ધૃણા થાય છે? કારણ? - કરુણાભાવના નથી. - કોઈ જીવ પ્રત્યે દ્વેષ થાય છે? કારણ? - માધ્યચ્યભાવના નથી ! - કોઈ વસ્તુ યા વ્યક્તિ પ્રત્યે મમત્વ થાય છે? કેમ? - અનિત્યભાવના નથી! - નિર્ભય થઈને દુષ્કૃત્ય કરો છો? કેમ? - અશરણભાવના નથી ! - સંબંધોનાં બંધનમાં બંધાયા છો? કેમ? - સંસારભાવના નથી! - અનેકોમાં સુખ લાગે છે? કેમ? - એકત્વભાવના નથી ! - બીજાંને પોતાનાં માનીને દુઃખી થાઓ છો? કેમ? - અન્યત્વભાવના નથી ! શાન્તસુધારસઃ ભાગ ૧