________________
૧૬. અને મારી શોક્યના બેટાની વહુ હોવાથી (આ કુબેરસેના તારી પત્ની છે) - મારી પુત્રવધૂ પણ કહેવાશે. ૧૭. મારા પતિની આ કુબેરસેના માતા છે, એટલે મારી સાસુ પણ છે. ૧૮. મારા પતિની (તારી) બીજી પત્ની હોવાથી આ કુબેરસેના મારી શોક્ય પણ
કહેવાશે. કુબેરસેન કુબેરસેનાને ઓળખી ગયો. કુબેરદત્તાએ પોતાની પાસે કપડામાં બાંધી રાખેલી બે વીંટીઓ બતાવી, એટલામાં કુબેરસેના પણ આવી ગઈ. એણે પણ બે વીંટીઓ ઓળખી લીધી.
- કુબેરદત્ત ધ્રુસકે ધ્રુસકે રડ્યો. - કુબેરસેના હીબકાં ભરીને રડવા લાગી. - બંને પશ્ચાત્તાપની આગમાં બળવા લાગ્યાં. - કુબેરદત્ત સંસાર પ્રત્યે વિરક્ત થઈ ગયો.
તેણે સંસારત્યાગ કર્યો અને સાધુજીવન સ્વીકારી લીધું. - - કુબેરસેના પણ સંસારનો ત્યાગ કરવા ઇચ્છતી હતી, પરંતુ નાના બાળકના
પાલનની જવાબદારી માથે હોવાથી શ્રાવિકા જીવનનાં વ્રત અંગીકાર કર્યા.
સાધ્વી કુબેરદત્તાએ ત્યાંથી વિહાર કર્યો. મહાકાળના પ્રવાહમાં આ વાર્તા વિલીન થઈ ગઈ, પરંતુ અનંતજ્ઞાનના આલોકમાં સર્વે વાર્તાઓ જીવંત રહે છે - સંસારના સર્વ સંબંધોની નિ સારતા... અસારતા બતાવતી રહે છે આવી વાર્તાઓ. જ્ઞાનીપુરુષ, વીતરાગ પરમાત્મા સંસારના તમામ સંબંધોને અનિત્ય નિસાર અને ફાલતું બતાવે છે. સંબંધોને કારણે રાગદ્વેષ ઉત્પન્ન ન કરવાનો ઉપદેશ આપે છે. સંસારમાં ડગલે-પગલે પરેશાની - પરાભવઃ થોડીક શાંતિથી વિચારવું જરૂરી છે. પ્રતિપર્વ નવનનુમ પરિવર
પગૂઢ રે... કદમ-કદમ પર તને આ સંસારમાં નવી-નવી પરિસ્થિતિઓની પરેશાની ઉપાડવી પડે છે. કેમ? ડગલે ડગલે તારો પરાભવ નથી થતો? એ અંતરાયકર્મના ઉદયથીઃ - કોઈને રહેવા માટે ઘર નથી મળતું, ફૂટપાથ ઉપર પડ્યા રહેવું પડે છે. - કોઈને અતિ જીર્ણશીર્ણ સાપ, ઉંદર વગેરેના દરવાળા ઘરમાં રહેવું પડે છે. - કોઈને હિંસક, અભક્ષ્યકો, કુકમ લોકોના સંગમાં રહેવું પડે છે.
સંસાર ભાવના
૨૦૫