________________
હો, પરાક્રમી હો યા રૂપવાન હો, તમારી પાસે લક્ષ્મી સદાકાળ રહેવાની નથી. આ લક્ષ્મી જનતરંગોની માફક ચંચળ છે. જ્યાં સુધી તમારી પાસે છે. થોડા દિવસ. થોડાંક વર્ષો ત્યાં સુધીમાં એ લક્ષ્મીનો સદુપયોગ કરી લો, ભોગવી લો, અન્યથા એનો વિનાશ તો નિશ્ચિત છે. કાર્તિકેય સ્વામીએ કહ્યું છે કે
ता भुंजिज्जउ लच्छी, दिज्जउ दाणं दयापहाणेण । जा जलतरंगचवला, दो-तिण्ण दिणाणि चिठेइ ॥ યા તો ભોગવી લો અથવા દયાવાન થઈને દાન આપો. જલતરંગ જેવી ચંચળ છે લક્ષ્મી....બે-ત્રણ દિવસ ટકનારી છે, એના ઉપર વિશ્વાસ ન કરો. મમત્વથી લક્ષ્મીનો સંચય કરતા રહેશો તો જ્યારે લક્ષ્મી ચાલી જશે ત્યારે દુઃખી થઈ જશો. . લક્ષ્મીનો સંચય ન કરો: લક્ષ્મીનો સંચય ન કરો, કારણ કે - કષાયભાવ વધે છે. – મનની મલિનતા વધે છે. - રૌદ્રધ્યાન પણ આવી શકે છે. - વેરવિરોધ વધે છે. - કૃપણતાથી જગતમાં અપયશ થાય છે. જો લક્ષ્મીનો સંચય ન કરતાં દાન કરતા હો તો - * મમત્વ ઘટે છે. * મન પ્રસન્ન રહે છે. * જગતમાં યશ વધે છે. * લક્ષ્મી જતાં પણ દુઃખ નથી થતું. લક્ષ્મીનું મમત્વ છોડવા માટે ભૂતકાલીન અને વર્તમાનકાલીન દાનવીરો. સ્મૃતિમાં લાવીને એમની અનુમોદના કરતા રહો. - દેશની આઝાદી માટે પોતાનું તમામ ધન મહારાણા પ્રતાપની સામે મૂકી
દેનાર શ્રેષ્ઠી ભામાશાને યાદ કરો. - જ્યારે દેશમાં દુકાળ પડ્યો હતો ત્યારે શ્રેષ્ઠી જગડુશાહે પોતાના
અન્નભંડારો સૌને માટે ખુલ્લા મૂકી દીધા હતા, તેમને યાદ કરો. - રાણકપુરના ભવ્ય, અદ્વિતીય મંદિરનું નિર્માણ કરવા ૯૯ કરોડ રૂપિયાનો
૧૧૬
શાન્ત સુધારસઃ ભાગ ૧ |