________________
છે. સ્ત્રી-પુરુષની પારસ્પરિક વૃષ્ટિ પણ કામમૂલક જ હોય છે. આ તો એક અત્યંત અનર્થકારી અને ભયાનક તત્ત્વજ્ઞાન બની જાય છે. આ માન્યતા અનુસાર તો સ્ત્રીપુરુષની વચ્ચે નર-નારી સિવાય બીજો કોઈ સંબંધ સંભવિત જ નથી રહેતો ! નરનારી વચ્ચે યૌનસંબંધ સિવાય બીજા બધા જ સંબંધો અસંભવ જ બની જાય છે. ફ્રૉઇડની આ માન્યતા સંકીર્ણ, નાદાન અને અવિચારી છે. સંપૂર્ણ અપરિપક્વ છે. સંસ્કૃતિ-
વિધ્વંસક છે. ફ્રૉઇડના અંગે એક વાર વિનોબાજીએ કહ્યું હતું “અત્યારે ફ્રૉઇડનું શાસ્ત્ર ચાલી રહ્યું છે - કામવાસનાને દબાવવી ન જોઈએ. આ વાત સમજમાં આવતી નથી. જો આપણે વાસનાને ન દબાવીએ તો શું આપણે વાસનાથી દબાવાનું? મનુષ્ય પોતાની વાસનાને સમજે અને એનું દમન કરે, નિયંત્રણ કરે તે જ યોગ્ય છે.'
કામવૃત્તિના દમનથી માનસિક અસ્વસ્થતા પેદા થાય છે. આ વાત અતિ પ્રચલિત થઈ ગઈ છે. પરંતુ કામવૃત્તિને અમર્યાદ રૂપમાં વધવા દેવી એ મનોરુણતાનો જ પ્રકાર છે. જ્ઞાની મહર્ષિ જ નહીં, મનોવિશ્લેષક એરિક ફ્રોમ જેવા પણ કહે છે.
ફ્રૉઇડના નામે એવું સમજાવવામાં આવે છે કે જો તમે તમારી જાતીયવૃત્તિઓને દબાવી રાખશો તો તેનાથી માનસિક અસ્વસ્થતા ઊભી થશે. પશ્ચિમી સંસ્કૃતિમાં એવી માન્યતા પ્રસ્થાપિત થઈ છે કે તમારી પ્રત્યેક ઇચ્છાને તરત જ પૂર્ણ કરો !' , આધુનિક વિકૃત માનસની આ વાત છે, પરંતુ એનું પરિણામ શું આવશે? આસ હક્સલીએ બ્રેવન્યુ વર્લ્ડમાં કહ્યું છે કે “એનું પરિણામ પક્ષાઘાતમાં આવશે. છેવટે મનુષ્ય પોતાનો સર્વનાશ કરશે.”
વાસ્તવિકતાનું વર્ણન કરતાં એરિક ફ્રોમ કહે છે : “આ સર્વ કામવાસનાઓને આર્થિક અભિગમથી સતત ઉત્તેજિત કરવામાં આવે છે. આ વાસનાની ભૂખ કૃત્રિમતાથી જન્માવવામાં આવે છે. જાતીય ભૂખ પણ મોટે ભાગે તો નૈસર્ગિક નથી. હોતી. એને કૃત્રિમ પદ્ધતિથી ઉત્તેજિત કરવામાં આવે છે. આજે મનુષ્ય પશુવતું લક્ષણોને વધારે મહત્વ આપ્યું છે.'
‘જાતીય સુખ જ સર્વોત્તમ સુખ છે અને અબાધિત જાતીય સુખ મનુષ્યને સુખશાંતિ આપશે. એવી માન્યતા વર્તમાનકાલિક માનસશાસ્ત્ર રૂઢ કરી દીધી છે, આ સર્વથા અનુચિત છે, ઉન્માર્ગગામિની છે, એટલું જ નહીં, સ્વચ્છંદ જાતીય સુખ મનોરોગમાં પરિણમે છે. એનાથી તો મનુષ્યની સ્વસ્થતા અને માનસિક સંતુલન બગડી જાય છે. આવાં વિપરીત પરિણામ આજના પાશ્ચાત્ય સમાજમાં જોવા મળે છે.
મહત્ત્વપૂર્ણ વાત એ છે કે મનુષ્યને જાતીય પ્રતિબંધોથી મુક્ત કરી દેવાથી તે
૧૦૬
શાન્તસુધારસઃ ભાગ ૧