________________
હંસે કહ્યું: ‘ગુરુદેવ, અમારા બંને પર આપનું અતિવાત્સલ્ય છે, એટલા માટે આપ આમ કહો છો. પરંતુ ગુરુદેવ, આપનું નામ જ મંત્ર છે, એ નામમંત્રના પ્રભાવથી અમારું કશુંય અહિત નહીં થાય. આપની દિવ્ય કૃપા અમારી રક્ષા કરશે. આમ પણ આપ અમારી શૂરવીરતા અને યુદ્ધકુશળતા જાણો જ છો. સમર્થ પુરુષોનું દુનિમિત્ત શું બગાડી શકે છે? ગુરુદેવ, કૃપા કરો અને બૌદ્ધ મઠમાં જવાની અનુજ્ઞા આપો.'
આચાર્ય હરિભદ્ર ઉદાસ થઈ ગયા. તેમણે કહ્યું: “વત્સ, તમને હિતકારી વાત કહેવી નિરર્થક લાગે છે. તમને જેવું ઠીક લાગે તે કરો. નહીં સુવું દેવાળુપ્રિયા !
હંસ અને પરમહંસે ગુરુદેવની વાત ન માની. હિતકારી વચનોની ઉપેક્ષા કરી. તેમણે વેશપરિવર્તન કર્યું અને તેઓ ભૂતાન ગયા. ત્યાં એ વખતે રાજાનું શાસન હતું અને ત્યાં બોદ્ધોની અનેક વિદ્યાપીઠો હતી. હંસ અને પરમહંસે એક વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવી લીધો. બૌદ્ધાચાર્ય પાસે રહીને બૌદ્ધ દર્શનનું અંધ્યયન કરવા લાગ્યા.
બૌદ્ધ આચાર્ય પાસેથી તેઓ જે જે સિદ્ધાંતો જાણતા હતા, તે તે સિદ્ધાંતોનું ગુપ્ત રીતે જૈન સિદ્ધાંતો દ્વારા ખંડન લખતા હતા. લખેલા પત્રોને તેઓ સંભાળપૂર્વક ગુપ્ત રાખતા હતા. પરંતુ એક દિવસે બૌદ્ધ ધર્મની અધિષ્ઠાત્રી દેવી તારાએ એ લખેલા પત્રોમાંથી એક પાન ઉડાડીને શાળામાં નાખી દીધું. બૌદ્ધ છાત્રોએ એ પાનું જોયું, એની ઉપર “નમો જિનાય’ લખેલું વાંચ્યું. વિદ્યાર્થીઓએ એ પાનું બૌદ્ધાચાર્યને આપ્યું. આચાર્યે વિચાર્યું ઃ જિનમતનો ઉપાસક અહીં ભણવા આવ્યો હોય એવું લાગે છે. કોણ છે તે, પરીક્ષા કરીને તેને જાણવો પડશે. પકડવો પડશે.'
એકદિવસે આચાર્યે કેટલાક વિદ્યાર્થીઓને પાસે બોલાવીને કહ્યું: “ભોજનગૃહની પાસે દ્વાર ઉપર જિનપ્રતિમાનું આલેખન કરો, અને એ પ્રતિમાનાં માથાં ઉપર પગ મૂકીને ભોજનગૃહમાં પ્રવેશવું
હંસ-પરમહંસ સિવાયના તમામ છાત્રોએ એવું કર્યું. હંસ-પરમહંસના હૃદયમાં જૈનધર્મ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. તેમણે એ જિનપ્રતિમા ઉપર ખડીથી જનોઈનું ચિન કર્યું અને એની ઉપર પગ મૂકીને ચાલ્યા! કેટલાક છાત્રોએ હંસ-પરમહંસની આ પ્રક્રિયા જોઈ અને આચાર્યશ્રીને જણાવી.
આચાર્યે કહ્યું પ્રજ્ઞાવંત પુરુષ દેવના મસ્તક ઉપર પગ નથી મૂકતા, એટલા માટે તે બંને જણાએ જનોઈનું ચિહ્ન કર્યું તે ઉચિત છે. તે બે પરદેશી છે, તમે ઘેય રાખો, હું બીજી રીતે તેમની પરીક્ષા લઈશ.”
રાત્રિના સમયે જે ઓરડામાં હંસ-પરમહંસ બીજા વિદ્યાર્થીઓ સાથે સૂતા હતા. એ ઓરડાના ઉપરના ભાગમાં આચાર્યો માટીના ઘડા રખાવ્યા, અને એ ઘડાઓને
શાન્તસુધારસ: ભાગ ૧