________________
સ૨ળ, નિર્દોષ અને નિર્મળ હશે; એટલું વિશ્વ પણ સ્પષ્ટ અને સ્વચ્છ દેખાશે. ભીતરમાં સુખ અને આનંદ વધતો જશે.
સ્વર્ગ અને નરકનો આધાર ઃ મનુષ્યમન :
એટલા માટે ઉપાધ્યાયજી કહે છે ઃ મનુષ્યના મનનું પરિવર્તન - પરિપૂર્ણ પરિવર્તન આવશ્યક છે. શારીરિક પરિવર્તન યા વસ્ત્ર-પરિવર્તનનું કોઈ વિશેષ મૂલ્ય નથી. ચિત્તમાં, અંતઃકરણમાં ક્રાન્તિ હોવી અતિ જરૂરી છે. આંતરિક પરિવર્તન વગર બાહ્ય પરિવર્તન થાય છે, મનુષ્ય સંન્યાસ પણ લઈ લે છે; પરંતુ એ આત્મવંચના જ હોય છે. આ દૃષ્ટિથી જ તો દુઃખોથી પરાભૂત થઈને અથવા સુખોના પ્રલોભનથી આકર્ષિત થઈને લેવામાં આવેલો સંન્યાસ હેય માનવામાં આવે છે. જ્ઞાનવૃષ્ટિથી એટલે કે આંતર-વિચારક્રાન્તિથી લીધેલો સંન્યાસ જ યથાર્થ કહેવાય છે.
બાહ્ય ભૌતિક સુખભોગોની વ્યર્થતાનો બોધ થતાં જ ચિત્તમાં સંન્યાસનું ચારિત્રનું અવતરણ થાય છે. એક વાર્તાથી આ બાબત સ્પષ્ટ થશે. કદાચ તમે લોકોએ આ વાર્તા સાંભળી હશે; પરંતુ આજે જે સંદર્ભમાં કહું છું એ સંદર્ભમાં સમજો. એક નગરમાં એક જ દિવસે બે મોત થઈ ગયાં; એક યોગીનું અને બીજું એક વેશ્યાનું. બંને એક જ દિવસે, એક જ સમયે વિદાય થયાં. બંનેનાં ઘર સામસામે હતાં. એકબીજાના ઘરમાં શું થઈ રહ્યું છે તે બંને જાણતાં હતાં. બંને જીવ્યાં સાથે અને મર્યાં પણ સાથે.
પરંતુ એક આશ્ચર્યકા૨ક ઘટના એવી બની કે યમદૂત તેમના આત્મા લેવા આવ્યા હતા, તેમાંથી એક યમદૂત વેશ્યાનો જીવ લઈને સ્વર્ગ તરફ ચાલ્યો અને બીજા યમદૂતો યોગીનો આત્મા લઈને નરક તરફ જવા લાગ્યા. યોગીએ આ જોયું અને યમદૂતને પૂછ્યું : ‘ભાઈ, તમારી કોઈ ભૂલ તો નથી થતી ને ? વેશ્યાને બદલે તમે મને ભૂલમાં નરકમાં લઈ જાઓ છો. આ કેવો અન્યાય ? કેવું અંધેર ?’
યોગીએ પૃથ્વી તરફ જોયું તો એના દેહને પુષ્પહારોથી સજાવવામાં આવ્યો હતો અને અંતિમ યાત્રા ધામધૂમથી નીકળવાની તૈયારીમાં હતી, જ્યારે વેશ્યાના મૃતદેહને ઉપાડનાર કોઈ હાજર ન હતું. તેની લાશ ઘરની બહાર રસ્તાની એક બાજુએ પડી હતી. કૂતરાં અને ગીધ તેની લાશની મિજબાની ઊડાવી રહ્યાં હતાં. મજા માણી રહ્યાં હતાં. આ જોઈને યોગી બોલ્યો :
‘હે યમદૂત, તારાથી તો વધારે ન્યાયપૂર્ણ વ્યવહાર આ પૃથ્વીલોકના માણસો કરી રહ્યા છે. જો અને કંઈક સમજ. તું કેવી ભૂલ કરી રહ્યો છે ?’
યમદૂતે કહ્યું ઃ પૃથ્વીના લોકો માત્ર એટલું જ જાણે છે કે જે બહાર દેખાય છે. એમની દૃષ્ટિ શરીરથી વધારે ઊંડાણમાં પહોંચી શકતી નથી. પ્રશ્ન શરીરનો નથી,
૭૨
પ્રસ્તાવના