________________
નથી, સ્વોપદેશનું મૂલ્ય છે - તમને મોક્ષમાં પ્રવેશ નહીં મળે.'
ભીડમાંથી કેટલાક કૃશકાય તપસ્વી-મુનિ-સંન્યાસી આગળ આવ્યા અને તેમણે કહ્યું : “અમે એક-એક બે-બે મહિનાઓના ઉપવાસ કર્યા છે. કેટલાય વર્ષો સુધી શરીરકષ્ટ ભોગવ્યાં છે. કેટલાંય કષ્ટદાયી વ્રતનિયમોનું પાલન કર્યું છે. અમારે માટે મોક્ષનું દ્વાર ખોલવા માટે કૃપા કરો.
એક દ્વારપાળે કહ્યું એ જાણવું પડશે કે આ તપત્યાગ અને વતનિયમોનું પાલન ‘તમે કઈ ભાવનાથી કર્યું હતું ? તમારા મનમાં યશપ્રતિષ્ઠા અને માન-સન્માન પામવાની ઇચ્છા તો ન હતી ને? સ્વર્ગમાં સુખ પામવા માટે તો આ બધું કર્યું ન હતું ને?માત્ર તપત્યાગ અને વ્રતનિયમોનું પાલન કરનારાઓને મોક્ષદ્વારમાં પ્રવેશ નથી મળતો. તમે ધર્મક્રિયાઓ કરી, પરંતુ મનમાં ધર્મધ્યાન કર્યું ન હતું. એટલા માટે અહીંથી પાછા ફરી જાઓ.'
ભીડ કંઈક ઓછી થઈ, તો કેટલાક લોકો આગળ આવ્યા અને બોલ્યા: ‘અમે અમારું સમગ્ર જીવન પરોપકારમાં વ્યતીત કર્યું છે, એટલા માટે અમને પ્રવેશ મળવો જ જોઈએ.’ એક દ્વારપાળે કહ્યું: ‘તમે બીજા જીવો ઉપર ઉપકાર કર્યો હશે, પરંતુ અહીં માત્ર ઉપકારોની પ્રક્રિયાનું મહત્ત્વ નથી. એ પણ જોવું પડશે કે તમે બીજા જીવો પ્રત્યે મૈત્રીભાવ, કરુણાભાવ, પ્રમોદભાવ ઉપેક્ષાભાવ રાખ્યા હતા ખરા? જીવમૈત્રી વગર કરેલા જીવોપકારોનું અહીં મૂલ્ય નથી !
ભીડ ચાલી ગઈ. પરંતુ સૌથી પાછળ એક મનુષ્ય ઊભો હતો. દ્વારપાળે એને પૂછ્યું : 'ભાઈ, તું અહીં શા માટે આવ્યો છે?' તેણે કહ્યું: “મને ખબર નથી. કોણ મને અહીં લઈ આવ્યું છે? મારી પાસે કશું નથી. ન શાસ્ત્રજ્ઞાન છે, ન તો મેં તપ કર્યું છે, ન ત્યાગ કર્યો છે. વતનિયમોનું પાલન પણ કર્યું નથી. આ બધું કરવા માટે મારી પાસે શક્તિ પણ નથી. હા, કોઈ જીવ સાથે મારે શત્રુતા ન હતી. કોઈની સાથે મેં ખરાબ વ્યવહાર કર્યો નથી, સૌને માટે મારા હૃદયમાં પ્રેમ છે. દુનિયામાં મને કોઈના ય માટે મમત્વ નથી. પરંતુ આટલા માત્રથી મોક્ષદ્વારમાં પ્રવેશ પામવાની મારી લાયકાત યોગ્ય સિદ્ધ થતી નથી. એટલા માટે કૃપા કરીને મને નર્કનું દ્વાર બતાવો. દ્વારપાળે એને માટે મોક્ષનું દ્વાર ખોલી નાખ્યું.
આ એક ઉપનય કથા છે. આ કથામાં જે અભિપ્રેત સત્ય છે, એ સત્યનો સ્વીકાર કરવાનો છે. માત્ર ધર્મક્રિયાથી સંતોષ ન માનો. ધર્મધ્યાનની મહત્તા પણ સમજો.
૧૨ ભાવનાઓ ધર્મધ્યાનનું આલંબન છે. ચિત્તમાં એક પણ ભાવનાનું ચિંતન ચાલતું રહેશે તો ધર્મધ્યાન ગણાશે, અને ત્યારે તમારું ચિત્ત દર્પણ જેવું સ્વચ્છ અને નિર્મળ રહેશે. એ ચિત્તમાં પરમાત્માનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાશે. તમારું ચિત્ત જેટલું
શાન્તસુધારસ: ભાગ ૧ {
૭૧