________________
આ રીતે સ્તુતિ કરીને ઇન્દ્ર આકાશમાર્ગે દેવલોકમાં ગયો. ‘ઉત્તરાધ્યયન સૂત્ર’માં ભગવાન મહાવીર સ્વામી કહે છે ઃ “ઇન્દ્રે પ્રત્યક્ષ થઈને નમિરાજાની સ્તુતિ કરી, તો પણ નમિરાજર્ષિ ગર્વિષ્ઠ ન બન્યા; પરંતુ વિશેષ રૂપમાં આત્મભાવમાં લીન બન્યા. 'નમિ નમેર્ અપ્પાળ' ખૂબ મહત્ત્વપૂર્ણ વાત કરી છે. નમિ પોતાના આત્મસ્વરૂપમાં લીન બન્યા. પ્રશંસા સાંભળીને રજમાત્ર બાહ્ય ભાવમાં ન ગયા. એકતા અને સમત્વની ભાવનાને ચૂક્યા નહીં. પણ એમાં વધારે ઊંડા ઊતર્યા. આ રીતે ચોથી એકત્વ ભાવનાના પ્રારંભિક પાંચ શ્લોકોનું વિવેચન પૂર્ણ કરીને આપણે એ ભાવનાના ગેયકાવ્યનું વિવેચન શરૂ કરીએ છીએ. જો તમને શાસ્ત્રીય રાગોનું જ્ઞાન હોય તો આ ગેયકાવ્ય ‘ભીમપલાસ’ રાગમાં ગાઈ શકો છો. સાંભળો.
विनय चिन्तय वस्तुतत्त्वं जगति निजमिह कस्य किम् ? મતિમતિિિત યસ્ય વયે, ટુરિતમુયતિ, તસ્ય વિમ્ ॥॥ एक उत्पद्यते तनुमा-नेक एव विपद्यते
एक एव हि कर्म चिनुते, सैककः फलमश्नुते ॥ २ ॥ यस्य यावान्परपरिग्रह - विविधममतावीवधः । .નવિધિવિનિહિત પોતયુવન્ત્યા, પતિ તાવવસાવથઃ || રૂ || स्वस्वभावं मद्यमुदितो भुवि विलुप्य विचेष्टते । दृश्यतां परभावघटनात्, पतति विलुठति जृम्भते ॥ ४ ॥ પહેલાં આ શ્લોકોના અર્થ સાંભળી લો :
‘ઓ વિનય, તું વસ્તુના વાસ્તવિક રૂપનું સારી રીતે ચિંતન કર. આ વિશ્વની જેલમાં મારું પોતાનું શું છે ?-- આવી પારદર્શી પ્રજ્ઞા જેના દિલમાં પ્રકટ થઈ જાય છે, એને દુઃખ-દુરિત સ્પર્શ પણ કેવી રીતે કરશે ?
શરીરધારી આત્મા એકલો જ જન્મે છે અને એકલો જ મોતનો શિકાર બને છે. કર્મોનું બંધન પણ એકલો જ કરે છે અને કર્મોને ભોગવે પણ પોતે એકલો જ. ભાતભાતના મમત્વના બોજથી દબાયેલો પ્રાણી, પરિગ્રહનો બોજ પડવાથી, ખૂબ ભાર વધવાથી સાગરમાં ડૂબી જતા જહાજની જેમ ઊંડો ઊતરી જાય છે.
શરાબના નશામાં ચકચૂર આદમીની જેમ આત્મા પરભાવના પાશમાં પતિત થાય છે, ટકરાય છે, ડોલે છે અને શૂન્યમનસ્ક થઈને ભટકે છે.
વસ્તુનાં વાસ્તવિક સ્વરૂપ જાણો :
દરેક વસ્તુનાં બે રૂપ હોય છે - વાસ્તવિક અને અવાસ્તવિક. વસ્તુના મૂળભૂત
એકત્વ ભાવના
૨૪૯