________________
પિત્તરોગી મનુષ્ય ઉષ્ણતાની ઘોર વેદનાનો અનુભવ કરે. એનાથી પણ અનંતગણી વધારે વેદના નારકીના જીવોને થાય છે. નારકીના જીવોની ભૂખ-તરસ કદી શાન્ત થતી નથી, અઢીદ્વિીપનાં તમામ
ધાન્ય ખાઈ જાય તો પણ એ જીવોની સુધા શાંત નથી થતી. ૪. પાણીની તરસ પણ કદીય છીપાતી નથી - તમામ સાગરો, સરોવરો અને
નદીઓનાં જળ પીવા છતાં પણ તરસ મટતી નથી. પ. નારકીના જીવ સદા ખણતા જ રહે છે. છરીથી ખણવા છતાં પણ એમની
ખણજ મટતી નથી. . ૬. નારકીના જીવો સદેવ પરવશ હોય છે. ૭. ત્યાંના જીવોનાં શરીર સદેવ વરાક્રાન્ત રહે છે. મનુષ્યને વધારેમાં વધારે
જેટલી માત્રામાં - ડિગ્રીમાં - તાવ રહે છે, એના કરતાં અનંતગણો જ્વર
નારકીના જીવો ભોગવતા હોય છે. ૮. નારકીના જીવોને સદાય દાહવર બાળતો હોય છે. ૯. એ જીવોને અવધિજ્ઞાન યા વિર્ભાગજ્ઞાન થાય છે. એનાથી તેઓ પોતાને
થનારાં - આવનારાં -દુઃખોને જાણે છે. તેથી તેઓ સતત ભયવ્યાકુળ રહે છે. * એ રીતે તેમને પરમાધામી દેવોનો ભય અને બીજા નારકીઓનો ભય સતાવે
૧૦. દશમું દુઃખ હોય છે - શોકનું. તેઓ સદેવ શોકગ્રસ્ત રહે છે.
નરકના જીવોની ત્રીજા પ્રકારની વેદનાઓ હોય છે. પરસ્પર લડવાની -પરસ્પર તેઓ એકબીજાને દુઃખ દે છે.
જેવી રીતે એક કૂતરો બીજાને જોતાં જ એને મારવા દોડે છે. એ રીતે એક નારકી જીવ બીજા નારકી જીવને મારવા - લડવા તૈયાર થઈ જાય છે. તેઓ વૈક્રિયરૂપ ધારણ કરે છે. ક્ષેત્રપ્રભાવથી પ્રાપ્ત થનાર શસ્ત્ર લઈને તેઓ એકબીજાના ટુકડા કરી નાખે છે. જેમ કતલખાનામાં પશુના ટુકડા કરવામાં આવે છે એ જ રીતે. ત્યાં જે સમ્યગુદૃષ્ટિ જીવ હોય છે, તે તાત્ત્વિક ચિંતન દ્વારા સમતાથી દુઃખ સહન કરે છે. એ જીવો મિથ્યાવૃષ્ટિ જીવોથી ઓછી પીડા અનુભવે છે અને કર્મક્ષય કરનારા હોય છે. મિથ્યાદ્રષ્ટિ નારક જીવ ક્રોધાવેશથી પરસ્પર પીડા કરે છે. એટલા માટે તે ખૂબ જ દુઃખી થાય છે અને વધારે કર્મબંધન કરે છે. સંસાર ભાવના
૧૯૫