________________
(રાગ ભૈરવી) कलय संसारमतिदारुणं, जन्ममरणादिभयभीत रे, मोहरिपुणेह सगलग्रहं प्रतिपदं विपदमुपनीत रे ॥१॥ कलय० स्वजनतनयादिपरिचयगुण-रिह मुधा बध्यसे मूढ रे, प्रतिपदं नवनवैरनुभवैः परिभवैरसकृदुपगूढ रे ॥२॥ कलय. घटयसि क्वचन मदमुन्नतेः क्वचिदहो हीनतादीन रे, प्रतिभवं स्पमपरापरं, वहति बत कर्मणाधीन रे ॥३॥ कलय. जातु शैशव-दशापरवशो, जातु तारुण्यमदमत्त रे, जातु दुर्जयजराजर्जरो, जातु पितृपतिकरायत्त रे ॥४॥ कलय.
ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી શાન્ત સુધારસ' ગ્રંથમાં ત્રીજી સંસાર ભાવનાનું ગાન કરતાં કહે છે રે જીવ, મોહશત્રુએ તને ગળેથી પકડીને ડગલે પગલે સતાવ્યો છે. તે આ સંસારને જન્મ-મરણના ભયથી ઘેરાયેલો અને અત્યંત ડરાવનારો માન.
રેમૂઢ, સ્વજન-પરિજન તેમજ સંબંધી-સ્વજનો સાથે તારા મીઠા સંબંધો નિરર્થક છે. ડગલે પગલે તારે આ સંસારનાં નિતનવાં સંકટોની પરેશાની ઉઠાવવી નથી પડતી? કદમ-કદમ પર તારો પરાભવ નથી થતો? થોડુંક શાન્તિથી વિચાર તો ખરો ?'
કોઈ વાર તું તારી સંપત્તિથી ગર્વિષ્ઠ થઈ જાય છે, તો કોઈ વાર દરિદ્રતાની ચુંગાલમાં ફસાઈને દીન થઈ બેસે છે. તું કર્મોને આધીન છે, એટલા માટે તો જનમજનમમાં નવાં-નવાં રૂપ ધારણ કરે છે. અલગ-અલગ સ્વાંગ રચે છે. સંસારના રંગમંચ ઉપર તું એક અભિનેતા છે.' “કોઈ વાર તું બચપણને પરવશ હોય છે, તો કોઈ વાર યૌવનના આવેશોથી ઉન્મત્ત થઈને મદમત્ત બની જાય છે. તો કોઈ વાર દુર્જય વૃદ્ધત્વને કારણે તારું શરીર જર્જરિત થઈ જાય છે અને આ રીતે અંતે જતાં તું યમરાજના પંજામાં ફસાઈ જાય છે.'
સંસાર ભાવનાની આ ચાર ગેય ગાથાઓમાં ગ્રંથકારે નવ વાતો બતાવી છે. પહેલાં નવ વાતો જણાવીને પછી એક-એક વાત પર વિવેચન કરીશ.
૧. મોહશત્રુની સતામણી. ૨. સંસારને ભયાક્રાન્ત-ડરાવનારો સમજવો. ૩. તમામ સંબંધો નકામા. ૪. ડગલેપગલે પરેશાની-પરાભવ.
૧૯૮
સુધારસઃ ભાગ ૧