________________
છીએ.
આમ તો ૪૫ આગમસૂત્રો છે. જૈનશાસનની આ એક સારી પરંપરા રહી છે કે કોઈ પણ પ્રજ્ઞાવંત ઋષિ-મુનિ.આચાર્ય...ઉપાધ્યાય મૌલિક ગ્રંથોની રચના કરે છે, તે આગમસૂત્રોને અનુસાર કરે છે.
આગમસૂત્રથી વિપરીત વાત પોતાના ગ્રંથમાં ન આવે તેની કાળજી રાખે છે. ઉપાધ્યાય વિનયવિજયજી એવા જ પ્રાજ્ઞ પુરુષ હતા, આપ્ત પુરુષ હતા. તેમણે જિનવચનો અનુસાર આગમસૂત્રોથી અવિરુદ્ધ એવી ‘શાન્તસુધારસ' ગ્રંથની મૌલિક રચના કરી છે.
આ દ્રષ્ટિએ ‘શાન્તસુધારસ ગ્રંથમાં જે વાણી પ્રવાહિત થઈ રહી છે તે જિનવાણી છે. તીર્થંકરનાં જ વચનો છે. એટલા માટે એ વચનો ઉપર વિશ્વાસ કરવો પડશે. તેની ઉપાદેયતાનો સ્વીકાર કરવો પડશે. ઉપાધ્યાયજીએ જિનવાણીની સ્તુતિ કરી છે : રમ્યા ગરઃ પાનું | | કહીને પોતાની એના પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી છે? ‘જિનેશ્વરોની ભવ્ય-રમ્ય વાણી આપની રક્ષા કરો.” જિનવચન રક્ષા કરે છે
ઉપાધ્યાયજીની વાત સો પ્રતિશત સાચી છે. જો જીવાત્મા જિનવચનોનો સહારો લે છે, તો જિનવચન અવશ્ય એ જીવની અશાન્તિ દૂર કરી દે છે. એના ભયનો નાશ કરી દે છે. જિનવચનોનું શરણ લેવાથી જીવ અભય, અદ્વેષ અને અપેદનો અનુભવ કરે છે, અને જીવમાંથી તમામ ભય ચાલ્યા જાય, દ્વેષ દૂર થઈ જાય અને ખેદ-ઉદ્વેગ દૂર થઈ જાય પછી શું જોઈએ? સુખ મળી જાય છે, શાન્તિ મળી જાય છે અને ઉત્સાહ-ઉલ્લાસ જાગૃત થઈ જાય છે. બસ, બધું જ મળી ગયું! આ જિનવચનોનું મહાનું પ્રદાન છે. આ એમની રક્ષા છે.
શાન્તસુધારસ' મહાકાવ્ય જિનવચનોની ગંગા છે. એ ગંગાનાં સ્વચ્છ જળમાં સ્નાન કરવાનું છે. પ્રતિદિન સ્નાન કરવા આવતા રહો. આ ગંગાનો ઘાટ છે. એક કલાક સુધી સ્નાન કરતા રહો. તમામ દુઃખોને ભૂલી જશો. બધી અશાંતિ વહી જશે. તમામ પ્રકારના ભયો દૂર થઈ જશે. નિર્ભયતાનાં ગીત ગાવા લાગશો. મેં તો અનેક વાર આ મહાકાવ્યને ગાયું છે. નગરોમાં ગાયું છે. જંગલોમાં પણ ગાયું છે. ખૂબ જ આનંદ પામ્યો છું. આધ્યાત્મિક મસ્તીનો અનુભવ કર્યો છે. હું એનું તમામ શ્રેય ઉપાધ્યાયજીને આપું છું. તેમણે ‘શાન્તસુધારસ એક અદ્વિતીય આધ્યાત્મિક કાવ્યનું સર્જન કરીને આપણા ઉપર પરમ ઉપકાર કર્યો છે. '
જનમોજનમ આપણે એ ઉપકારનો બદલો ચુકવી ન શકીએ. આ અસાધારણ - પરમ ઉપકાર છે, સાધારણ ઉપકાર નથી.
૧૦.
પ્રસ્તાવના