________________
अधुना परभावसंवृति हर चेतः परितोऽवगुण्ठिताम् । क्षणमात्मविचारचन्दन-दुमवातोमिरसाश्पृशन्तु माम् ॥४॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી પોતાના મનને સંબોધિત કરતાં કહે છેઃ “ઓ મારા મન, પરભાવનાં આ આવરણો ચીરીને જરા મુક્ત થા, જેથી આત્મવિચારરૂપ ચંદનવૃક્ષની શીતલ હવા તને સ્પર્શ કરી શકે.” પરભાવનાં આવરણોને ચીરી નાખોઃ
મહત્ત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે આત્મવિચાર હવે કરવો છે? અત્યાર સુધી તો પુદ્ગલનો વિચાર જ વધારે પ્રમાણમાં કર્યો છે. અનંત જન્મોથી પુદ્ગલભાવોની જ રમણતા જીવે કરી છે. એટલા માટે ગ્રંથકારે “અધુના' શબ્દનો પ્રયોગ કરીને પૂછ્યું છેઃ હવે આત્મવિચાર કરવાનો છે?” વધારે સમય નહીં ‘ક્ષણમ્ થોડી ક્ષણો માટે આત્મવિચાર કરવાનો છે.
અને જો આત્મવિચાર કરવાનો છે, તો એક કામ અવશ્ય કરવું પડશે. પુદ્ગલભાવ કે જે પરભાવ છે, એ પુદ્ગલભાવોનાં આવરણને ચીરી નાખવાં પડશે. પુદ્ગલભાવોનાં આવરણોને નષ્ટ કરવા માટે, પુલભાવોની અનર્થકારિતા અને ભયંકરતા સમજવી પડશે. પુદ્ગલ ગીતામાં યોગી ચિદાનંદજી કહે છેઃ
કાલ અનંત નિગોદ ધામમાં, પુદ્ગલ રાગે રવિયો.
દુઃખ અનંત નરકાદિકથી, તું અધિક બહુવિધ સહિયાં આપણો આત્મા અનંતકાલ સુધી નિગોદ નામની યોનીમાં રહ્યો હતો. જ્યાં જીવ એકેન્દ્રિય હોય છે, જીવને ત્યાં માત્ર સ્પર્શેન્દ્રિય હોય છે. ત્યાં નરક કરતાં પણ વધારે દુ:ખ જીવને સહન કરવો પડે છે અને અનંતકાલ સહન કર્યા પણ છે. નિગોદમાં ‘પુદ્ગલ-રાગને કારણે જ રહેવું પડે છે.
પાય અકામનિર્જરા કો બલ, કિંચિત્ ઊંચો આયો,
બાદર’ મેં પુદ્ગલ-રસ વશથી, કાલ અસંખ્ય ગમાયો. સૂક્ષ્મ નિગોદમાં અનંતકાળ જીવ જન્મમરણ કરતો રહ્યો, અનંત દુઃખ સહન કરતો રહ્યો છે. એનાથી કર્મોની નિર્જરા થઈ - ‘અકામ નિર્જરા” થઈ, કર્મોનો ભાર કિંઈક ઓછો થયો અને જીવ બાદર નિગોદમાં આવ્યો. સૂક્ષ્મમાંથી બાદરમાં આવ્યો. આટલી ઉન્નતિ થઈ, પરંતુ ત્યાં પણ પુદ્ગલ-રસને કારણે અસંખ્ય વર્ષો વ્યતીત થઈ ગયાં. સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ બંને પ્રકાર ‘વનસ્પતિકાય'ના છે. આત્માના વિકાસકાળની આ પ્રારંભિક અવસ્થાઓ હોય છે. અહીંથી પુગલભાવનો રાગ-રસ જીવની સાથે લાગી ગયેલો છે. કેટલો પ્રગાઢ અને કેટલો તીવ્ર હશે | ૨૩૪
શાન્તસુધારસઃ ભાગ ૧ શાન્તસુધાર