________________
जय विजया य सहोअर, धरणो लच्छीअ तह पड़-भज्जा । सेण-विसेणा पित्तिय-पुत्ता-जम्मम्मि सत्तमए ॥२॥ गुणचन्द-वाणमन्तर समराइच्च-गिरिसेण पाणोअ । एगस्स तओ मोक्खोऽणन्तो अन्नस्स संसारो ॥३॥ પ્રભાવકચરિત્ર' ગ્રંથમાં આ ત્રણ ગાથાઓ મળે છે.
સમરાદિત્ય-કેવલીના નવ ભવોનો માત્ર નામનિર્દેશ આ ત્રણ ગાથાઓમાં કરવામાં આવ્યો છે. અંતમાં કહેવાયું છે કે એકનો મોક્ષ થયો. બીજો અનંત સંસારમાં ભટકશે.
હરિભદ્રસૂરિજીને આ મહાકથાનું જ્ઞાન તો હતું જ, તેઓ એ કથાને જાણતા હતા, સારી રીતે જાણતા હતા. પરંતુ જ્યારે ગુરુદેવે આ કથાનો નિર્દેશ કર્યો તો તેમણે એ મહાકથા પર ચિંતન કર્યું. ક્રોધ.. વેર... રોષના વિપાકોનું ચિંતન અગ્નિશર્માથી માંડીને ગિરિસેન સુધીના ભવોના માધ્યમથી કર્યું અને ક્ષમા...શાન્તિ... ઉપશમનું ચિંતન ગુણસેનથી સમરાદિત્ય સુધીના ભવોના માધ્યમથી કર્યું.
આ ચિંતનયાત્રામાં ‘અનિત્ય ભાવનાથી લઈને બોધિદુર્લભ ભાવના સુધી બાર ભાવનાઓનાં ચિંતનનો સમાવેશ થાય છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ ભાવનાઓનું મંથન પણ થઈ જાય છે. હરિભદ્રસૂરિજી આ ચિંતનયાત્રાએ ચાલી નીકળ્યા. તેમનો ક્રોધ ઉપશાંત થઈ ગયો. તેમનો સંતાપ દૂર થઈ ગયો. તેમનો વેરઅગ્નિ શાંત થઈ ગયો. તેઓ ગુરુદેવની પાસે પહોંચી ગયા. પશ્ચાત્તાપની આગમાં તેઓ વિશુદ્ધ બન્યા. પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરીને સ્વસ્થ બન્યા.
ઉપાધ્યાય વિનયવિજયજી આ શાન્તસુધારસ' ગ્રંથની રચનાનું પ્રયોજન જણાવતાં કહે છે કે ભાવનાઓથી જ શાન્તિ મળે છે. શાસ્ત્રોથી, તપથી, દાનથી અને બીજી ધર્મક્રિયાઓથી પુણ્ય પ્રાપ્ત થશે, પરંતુ શાન્તિ નહીં. મનની શાન્તિ, ચિત્તનો ઉપશમ ભાવ તો ભાવનાઓમાં રમણ કરવાથી જ પ્રાપ્ત થાય છે, અને એટલા માટે એ ગ્રંથની તેઓ રચના કરે છે. ભાવપૂર્ણ ગીતોમાં એ ભાવનાઓનું ચિંતન પ્રવાહિત કરે છે. સંસાર : મોહવિષાદના ઝેરથી વ્યાપ્ત:
રોગ થાય છે તો ઔષધોની જરૂર પડે છે. સંસારમાં અસંખ્ય રોગ ભરેલા પડ્યા છે. હું શારીરિક રોગોની વાત કરતો નથી, માનસિક રોગોની વાત કરું છું, આધ્યાત્મિક રોગોની ઊંત કરું છું. આ સર્વ રોગોનો ઉદ્દભવ મોહથી થાય છે. મોહનો અર્થ છે - અજ્ઞાન. અજ્ઞાન એટલે કે અંધકાર. આ વિશ્વ, આ સંસાર
શાન્તસુધારસ : ભાગ ૧