________________
ઘેરાયેલું છે. તેથી તે પોતાની જાતને દુઃખી માને છે. '
આ તમામ વાસનાઓ મોહવિષને લીધે ઉત્પન્ન થાય છે. આ વાસનાઓની પૂર્તિ કરવા માટે મનુષ્ય સદૈવ પ્રયત્નશીલ રહે છે. અજ્ઞાનથી ઘેરાયેલો એ માણસ જાણતો નથી કે આ તમામ વાસનાઓ પુણ્યકર્મના ઉદયથી જ પૂર્ણ થાય છે. અજ્ઞાનતા મનુષ્યને ખોટા માર્ગે ભટકાવી મારે છે. વાસનાઓની પૂર્તિ કરવામાં અશાન્તિ:
આ વાસનાઓની, ઇચ્છાઓની પૂર્તિ કરવામાં સંસારના બ્રાન્ત જીવો કેવાં કેવાં ખોટાં કામો કરે છે, તે જાણો છો ને? ધનસંપત્તિની વાસના:
ધનસંપત્તિ પ્રાપ્ત કરવા માટે અનીતિ, અન્યાય, બેઈમાની તો કરે જ છે, ઉપરાંત પાપમય ધંધો પણ કરે છે. શરાબનો ધંધો, માંસ વેચવાનો ધંધો, જુગારખાનાં ચલાવવાનો ધંધો, હિંસક સાધનો ઉત્પન્ન કરવાનો ધંધો... આવા તો અનેક વૃણિત. ધંધાઓ કરે છે. કહો, આવા ધંધા કરનારાઓનાં ચિત્તમાં શાન્તિ હોઈ શકે? મનની પ્રસન્નતા હોય?
કેટલાક લોકો ધનસંપત્તિ પામવા માટે મંત્રજાપ કરે છે, પૂજાપાઠ કરે છે, તપત્યાગ કરે છે. આ બધું કરતાં તે લોકો મોહવિષાદથી વ્યાકુળ હોય છે. મેં એવા લોકોના મુખેથી વિષાદભર્યા શબ્દો સાંભળ્યા છે આટલાં વર્ષોથી ભગવાનની પૂજા કરું છું, પરંતુ સો રૂપિયાનું ય બેંક બેલેન્સ પામ્યો નથી. આટલાં વર્ષોથી આયંબિલની ઓળી કરું છું, છતાં મુંબઈમાં હજુ સુધી ૧૦ x ૧૦ની રૂમ પણ લઈ શક્યો નથી.” આજ સુધી મેં નવ લાખ નવકાર મંત્રના જાપ કરી લીધા, પરંતુ ઘરમાં ન તો ફોન આવ્યો છે, ન તો ફ્રીઝ આવ્યું છે. ટી.વી. આવ્યું નથી, તો ફિયાટની તો વાત જ શું કરવી?”
આવા લોકો જીવનપર્યત મોહવિષાદનાં ઝેરથી વ્યાપ્ત રહે છે. કદીક ભાગ્યોદય થાય અને પુરુષાર્થનો સમાગમ થઈ જાય અને આવો ‘શાન્તસુધારસ' જેવો ગ્રંથ સાંભળવા મળી જાય તો સંભવ છે કે મોહનું ઝેર ઊતરી જાય !! પુત્રપ્રાપ્તિની વાસના:
એક ધનવાન માણસ એટલા માટે અશાન્ત અને ઉદ્વિગ્ન રહેતો હતો કે તેને પુત્ર ન હતો. છોકરીઓ હતી, છોકરો ન હતો. ભૌતિક સુખનાં તમામ સાધનો હોવા છતાં પણ તે પોતાની જાતને દુઃખી માનતો હતો. પુત્રપ્રાપ્તિ માટે તેણે કેટલા બધા ઉપાયો કર્યા હતા. જેટલા કંકર એટલા શંકર કર્યા હતા! કેટલાય બાબા-ફકીરોની પાછળ | શાન્તસુધારસ : ભાગ ૧ San d
૨૩ |