________________
ચડાવતો. આંખોમાંથી અશ્રુધારા વહેતી. અંતમાં અટ્ટહાસ્ય કરતો અને પાછો પીંપળી આવી જતો.
આ નિત્યક્રમ આઠ વર્ષ સુધી ચાલ્યો. માધોજીનાં વસ્ત્રો ગંદાં થઈ જતાં, પરસેવાની વાસથી દુર્ગંધમય બની જતાં, વસ્ત્રોમાં જૂપડતી. વસ્ત્રોમાંથી જૂઓ નીચે પડતી તો માધોજી એમને ઉપાડીને માથા ઉપર મૂકતો અને હસતો. શરીર ઉપરથી વસ્ત્રો ફાટી જતાં, તો ગામનાં લોકો નવાં વસ્ત્રો સિવડાવીને એને પહેરાવી દેતા.
માધોજીને હવે દિવસ-રાતનું ભાન રહેતું ન હતું. ન કોઈથી પ્રીતિ હતી કે ન કોઈથી વેર હતું. ગામમાં રહેતો હતો, પરંતુ ગામથી ન્યારો હતો. સુખદુઃખનો કોઈ ભેદ ન હતો. આવી સ્થિતિમાં માધોજીએ આઠ વર્ષ વ્યતીત કર્યા. હવે આ પ્રસંગના લેખક વૈદ્ય નરભેરામ શાસ્ત્રી પીંપળી પહોંચે છે. હવે હું એમના જ શબ્દોમાં આગળની કથા કહું છું:
‘એ ગામમાં ગયો, ગામના પ્રવેશદ્વારે જ મારું ઘર હતું. પ્રવેશદ્વારને ગુજરાતીમાં ‘ઝાંપો' કહે છે. ગરમીના દિવસોમાં હું ઝાંપામાં જ ખાટલો નાખીને સૂઈ જતો હતો.
પ્રથમ રાત્રે જ મેં માધોજીનું અટ્ટહાસ્ય સાંભળ્યું. હું તરત જ જાગી ગયો, ઊભો થયો, એની પાસે ગયો, એને જોયો. મેં માની લીધું કે તે સાચે જ અવધૂત હતો, યોગી હતો. અમારી આંખો મળી. એકબીજાને અમે ઓળખી લીધા.
હવે માધોજી મધ્યરાત્રિમાં જ્યારે ગામની બહાર જતો તો ઝાંપામાં મારા ખાટલાની પાસે ઊભો રહેતો અને મારી સામે એકીટસે જતો પણ જાગી જતો. તે મંદમંદ હસીને ચાલ્યો જતો. આઠ વર્ષથી તે બોલ્યો ન હતો. ગામના લોકો માધોજીને પાગલ માનતા હતા. માધોજી આખા જગતને પાગલ માનતો હતો અને પોતાને રસ્તે ચાલ્યો જતો હતો. પરંતુ એને જેવા વિશ્રામની પ્રતીક્ષા હતી તેવો વિશ્રામ ગામના પ્રવેશદ્વારમાં એને મળી ગયો અને મને કેટલાય વર્ષોથી જેવા પુરુષની અપેક્ષા હતી તેવો પુરુષ મળી ગયો.
બે માસ સુધી અમારું આ રીતે મૌન મિલન થતું રહ્યું. મેં એને બોલાવવાનો ઉપાય વિચાર્યો. રાતના સમયે જ્યાં ઝાંપામાં સૂતો હતો ત્યાં ફાનસ સળગાવીને રાત્રે રામાયણનો અયોધ્યાકાંડ વાંચવા લાગ્યો. પ્રતિદિન રાત્રે માધોજી ત્યાં આવીને બેસવા લાગ્યો.
શ્રીરામનો વનવાસ; અયોધ્યાવાસીઓનું કલ્પાંત, ભરતનું રુદન, વગેરેનું હું ગુજરાતી ભાષામાં વર્ણન કરતો. માધોજીની આંખોમાંથી અવિરત અશ્રુધારા વહેતી હતી. કથા પૂર્ણ થતા માધોજી ત્યાંથી ચાલ્યો જતો. આ રીતે અમારું મિલન મધ્ય રાત્રિનું રહેતું. શાન્ત સુધારસઃ ભાગ ૧
૫૧