________________
લંકાકાંડ પૂરો થયો. રામ અયોધ્યા પાછા ફર્યા. ગુરુ વશિષ્ઠે રામને રાજ્યાભિષેક કરીને રાજસિંહાસને બેસાડ્યા. એ રાતે માધોજીએ મારો હાથ પકડ્યો અને મને મારા જ ઘરમાં લઈ ગયો. પુસ્તક અને ફાનસ લઈને હું ઘરમાં ગયો. અષાઢ માસની અજવાળી નોમ હતી. માધોજીએ આઠ વર્ષ અને સાત માસ પછી મુખમાંથી અવાજ કાઢ્યો અને મુખમાંથી કાળા પથ્થરનો પેલો શાલિગ્રામ બહાર કાઢ્યો. મને બતાવતાં તે બોલ્યો : ‘જોઈ લે આ ગુરુપ્રસાદી !' શાલિગ્રામ અને અગિયાર રુદ્રાક્ષની માળાને મેં બે હાથ જોડીને વંદન કર્યાં. ભાવપૂર્ણ વંદન કર્યાં. માધોજીને પણ મેં પ્રણામ કર્યા. માધોજીએ શાલિગ્રામ મુખમાં રાખી દીધો. માળા હાથે બાંધી લીધી. અદ્ભુત અટ્ટહાસ્ય કર્યું અને ચાલ્યો ગયો.
એ દિવસથી અમારી મુલાકાત ઘરમાં જ થવા લાગી. કથા પૂર્ણ થયા પછી માધોજીને હું પ્રસાદ આપતો અને તે પણ ભાવપૂર્ણ રીતે ખાતો. ધીરે ધીરે માધોજીને મારી મુમુક્ષુતા ઉપર વિશ્વાસ બેઠો અને માધોજી તેમનાં દુષ્કૃત્યોની કથા મને કહેવા
લાગ્યા.
સૌપ્રથમ તેમણે ચોરી અને વ્યભિચારનાં દુષ્કૃત્યો મને સંભળાવ્યાં. અનેક પ્રસંગો સંભળાવ્યા. તે પછી ઘડિયાળી તળાવડી ઉપર ગુરુદેવનો સંપર્ક કેવી રીતે થયો એ કથા પણ સંભળાવી. ગુરુદેવની વાત કરતાં કરતાં તે દ્રવિત થઈ જતા અને આંસુ વહાવતા. તેમને તુલસી રામાયણ સાંભળવામાં આનંદ આવતો. હું ધીરે ધીરે સરળ ગ્રામીણ ભાષામાં સંભળાવતો. બસ, સાંભળતા રહેતા. વારંવાર એ પાંચ પાંડવોની વાત સંભળાવવા આગ્રહ કરતા. હું એમને એ કથા સંભળાવતો. તેમણે મને કહેલું : ‘આપણી જ્ઞાનગોષ્ઠીની વાત કોઈને કહેતા નહીં.' મેં તેમની આ વાત તેમના મૃત્યુ સુધી કોઈને કહી ન હતી.
એક વર્ષ સુધી તેમનો મારી સાથે સહવાસ રહ્યો હતો. તેમના જીવનમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવ્યું ન હતું. એવા જ નિશ્ચલ, નિષ્કામ અને નિદ્વંદ્વ રહ્યા હતા.
-
જે દિવસે મારે ગામ છોડીને જવાનું હતું એ દિવસે મેં એમને કહ્યું હતું ‘માધોભાઈ, હવે હું જઈશ,' સાંભળીને તે હસ્યા હતા. તેમણે મુખમાંથી કાઢીને શાલિગ્રામનાં દર્શન કરાવ્યાં. મેં દંડવત પ્રણામ કર્યા. તેમણે ફરી શાલિગ્રામ મુખમાં મૂકી દીધો, અટ્ટહાસ્ય કર્યું અને ચાલ્યા ગયા. જાણે તેમનો મારી સાથે કોઈ સંબંધ જ ન હોય. તદ્દન નિર્લેપ થઈને ચાલ્યા ગયા.
બાર વર્ષ સુધી તેઓ જડભરતની જેમ જીવ્યા અને દેહ છોડી દીધો.
અપૂર્વ અને અસાધારણ વાત :
મોહનું આવરણ તૂટી ગયા પછી માધોજીને કેવી અપૂર્વ સમતા પ્રાપ્ત થઈ હતી !
પર
પ્રસ્તાવના