________________
ઘંટી ફેરી આટો ખાયો,
ખરચી ન બાંધી તેંવટ મેં....અવધૂત સોતા સોતા કાલ ગમાયો અબહુ ન જાગ્યો તું ઘટ મેં...અવધૂ.
ઇતની સુન જગ મેં હે ચેતન !
જ્ઞાનાનન્દ આયો ઘટ મેં...અવધૂ. સૂતેલા... પ્રમાદમાં સૂતેલા આત્માને જગાડવા માટે કેટલી સુંદર પ્રેરણા આપી છે જ્ઞાનાનંદજીએ ? શરીરરૂપી મઠમાં વિશ્વાસ રાખીને નિશ્ચિત બનીને આત્મા સૂતેલો છે. એ જોઈને કવિ આત્માને સંબોધન કરે છે?
ઇસ કાયા કે મઠ મેં
ક્યા નિશ્ચિત હોકર
સોયા હૈ આત્મન્ ! આ કાયાના મઠનો ભરોસો નથી. એ ગમે ત્યારે ધરાશાયી બની શકે છે. કારણ કે
મૃત્યુ-નદીના પાણીના કિનારા ઉપર વસ્યો છે આ મઠ! કિનારો ગમે ત્યારે ધસી શકે છે....... અને આ કાયાનો મઠ કોઈ વાર ગરમ થાય છે, તો કોઈ વાર શીતળ... ગમે ત્યારે ધરાશાયી બની બેસે છે.” (એટલા માટે જાગ... નિંદર ત્યજી દે) એણે માત્ર ખાવાનું કામ કર્યું. મુસાફરી લાંબી છે.. તે સાથે ભાથું નથી લીધું? (રસ્તામાં શું ખાઈશ?). કેટલું વિચાર્યું ! મનુષ્યજન્મ વ્યર્થ ખોયો ! હજું સુધી ભીતરમાં જાગ્યો નહીં! હે ચેતન ! આટલું સાંભળીને જાગી જા! તારા ઘટમાં જ્ઞાનાનન્દ ભરાઈ જશે !
અનિત્ય ભાવના ,
૯3