________________
પ્રશમસુખ પ્રત્યક્ષ છે, સ્વાધીન છે અને શાશ્વત્ છે.
આ પૃથ્વી ઉપર, આ સંસારમાં જો મોક્ષસુખ જોઈતું હોય તો તે છે ‘પ્રશમસુખ.’ જે આત્માઓની પાસે, આ ‘પ્રશમસુખ’ છે તેમને સ્વર્ગનાં સુખની ઇચ્છા થતી નથી. મોક્ષસુખની પણ તમન્ના રહેતી નથી. તેઓ તો મોક્ષેઽવિ અનિચ્છા ધરાવે છે.
આ પ્રશમસુખ પામવા માટે કોઈ પણ પ્રકારની ગુલામી કરવાની નથી. તમારા અંતરાત્મા પાસેથી જ આ સુખ મળી જશે. મળ્યા પછી એ સુખનો અનુભવ કરવા માટે ઇન્દ્રિયોની પરવશતા પણ કરવાની નથી. કારણ કે એ સુખ ઇન્દ્રિયાતીત છે. આત્માનું સુખ આત્માએ, આત્મામાં જ, આત્મા માટે અનુભવવાનું છે.
તમે ગમે તેટલું પ્રશમસુખ ભોગવો, પરંતુ એ ઓછું નહીં થાય. આ સુખ છે જ એવું કે જેમ જેમ ભોગવતા જશો, તેમ તેમ વધતું જ જશે.
આ પ્રશમસુખની પ્રાપ્તિ થતાં ભૌતિક, વૈષયિક સુખોની ઇચ્છા જ મૃતપ્રાયઃ થઈ જાય છે. અપૂર્વ અને અદ્ભુત પ્રશમસુખમાં ડૂબેલો આત્મા મોક્ષસુખની અનુભૂતિમાં ઊંડો ઊતરે છે અને ભવ્ય ઉત્સવ મનાવે છે.
મોક્ષ અહીં જ છે !:
ભગવાન ઉમાસ્વાતિજીએ આગળ વધીને કહ્યું છે -
निर्जितमदमदनानां, वाक्कायमनोविकार रहितानाम् । विनिवृत्तपराशानामिहैव मोक्षः सुविहितानाम् ॥ २३८ ॥
જેમણે મદ અને કામને જીતી લીધા છે, જેઓ મન-વચન અને કાયાના વિકારોથી મુક્ત છે, જેમની ૫૨૫દાર્થોની આશાઓ વિનષ્ટ થઈ ગઈ છે; એવા સુવિહિત યોગીઓ માટે અહીં જ મોક્ષ છે ! તાત્પર્ય છે -
-
-
– અનુકૂળતાઓની ઉત્સુકતા ઉખાડીને ફેંકી દેવાની છે.
કરેલા ઉપકારોના બદલાની આશા રાખવાની નથી.
-
માન-સન્માનની આશા છોડી દેવાની છે. આદરસત્કારની અપેક્ષા ત્યજી દેવાની છે.
પ્રિય વચનની આશંસાનો ત્યાગ કરવાનો છે.
૧૩૦
મદ અને મદન ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે, કારણ કે આત્યંતિક રૂપે અસ્વસ્થ બનાવનાર જો કોઈ હોય તો તે આ બે મદ અને મદન (કામદેવ) જ છે ! માન અને કામ.
મનોવિકારોને દૂર કરવા પડશે.
શાન્તસુધારસ : ભાગ ૧