________________
- વચનવિકારોનેય દૂર કરવા પડશે. - કાયાના વિકારોને પણ મૂળથી ઉખેડી નાખવા પડશે.
આ બધુ યોગીપુરુષો કરી શકે છે અને એ જ મોક્ષસુખસટ્વેશ પ્રશમસુખનો અનુભવ કરી શકે છે. આ ભવમાં જ પ્રશમસુખાનુભવનો ઉત્સવ થતો રહે છે.
भवतु सततं सतामिह भवेऽयम् । શ્રી વિનયવિજયજી આવી ભાવના વ્યક્ત કરે છે "મવતું - પ્રશમસુખનો અનુભવ.... ઉત્સવ સતત થતો રહો !
આ જન્મમાં જ આપણે પણ આવા પ્રશમસુખનું અમૃતપાન કરતા રહીએ અને ઉત્સવ મનાવતા રહીએ, એ જ શુભ કામના.
આજે બસ, આટલું જ.
છે
અનિત્ય ભાવના
૧૩૧