________________
ઉજ્જયિની પહોંચ્યા પછી અમે નગરીની બહારના ઉદ્યાનમાં રોકાયા. રાત્રિના સમયે હું એકલો તલવાર લઈને મારે ઘેર પહોંચ્યો. ભાગ્ય યોગે ઘરનું દ્વાર ખુલ્લું હતું. હું ધીરેથી ઘરમાં ગયો. ત્યાં મેં એક ભયંકર દ્રશ્ય જોયું - મારી પત્ની એક પુરુષની સાથે સૂતેલી હતી! મારા ક્રોધની કોઈ સીમા ન રહી. મેં એ પુરુષના ગળા પર પ્રહાર કર્યો અને એને યમલોકમાં પહોંચાડી દીધો. હું ઘરમાં જ છુપાઈને બેઠો હતો. મારી પત્ની જાગી. તેણે તેના પ્રેમીને મરેલો જોયો. તે શોકાતુર થઈ ગઈ. પરંતુ તેણે ઊભી થઈને તેના ચારના મૃતદેહને ઘરની પાછળ લઈ જઈને એક મોટો ખાડો ખોદીને પ્રેમીના મૃતદેહને દફનાવી દીધો. તેના ઉપર તેણે એક વેદિકા બનાવી અને છાણમાટીથી લીંપી અને ઘરમાં આવીને સૂઈ ગઈ.
હું ઘરમાંથી નીકળીને નગરીની બહારના ઉદ્યાનમાં પહોંચ્યો. મેં મગધસેનાને આખીય ઘટના કહી સંભળાવી. મેં તેને કહ્યુંઃ પ્રિયે, તારી કહેલી વાત મેં માની ન હતી, પરંતુ આજે મેં એનો વ્યભિચાર નજરોનજર જોયો. હવે મારે ઘેર જવું નથી, ચાલો પાછાં રાજગૃહી જઈએ.”
સવારે અમે રાજગૃહી તરફ પ્રસ્થાન કર્યું. અમે રાજગૃહી આવ્યાં. મગધસેના સાથે સંસારસુખ ભોગવતાં એક વર્ષ વીતી ગયું. એક દિવસ મારા પિતા બીમાર હોંવાના મને સમાચાર મળ્યા. હું એકલો જ ઉજ્જયિની ગયો. મારાં માતાપિતાની પાસે જઈને તેમની કુશળપૃચ્છા કરી. તેમને નમન કરીને મારી પત્નીની પાસે ગયો. એ બીજે ઘેર રહેતી હતી. મારી પત્નીએ હર્ષવિભોર થઈને મારું સ્વાગત કર્યું, તેણે કહ્યું હે નાથ, આપને ઘેર પાછા ફરવામાં આટલો બધો સમય કેમ લાગ્યો ?”
મેં એને કહ્યું હું તારા માટે મૃગમાંસ લેવા ભટકતો રહ્યો, પરંતુ મૃગમાંસ ન મળ્યું, શું કરું? પરંતુ તારા પ્રત્યેના અપૂર્વ સ્નેહને કારણે ઘેર પાછો આવ્યો છું. તે
બોલીઃ આપ ક્ષેમકુશળ પાછા આવ્યા એ જ મારે માટે આનંદની વાત છે.” .. માતાપિતાની બીમારીને કારણે મારે ત્યાં રોકાવું આવશ્યક હતું. હું જોતો હતો કે
મારી પત્ની એના યારની સમાધિ ઉપર દરરોજ સૌ પ્રથમ નૈવેધ ચડાવતી હતી. તે પછી જ મને ભોજન કરાવતી હતી! એક દિવસે મેં એને કહ્યુંઃ હે પ્રિયે, આજ મને ઘેબર ખાવાની ઈચ્છા થઈ છે. એટલા માટે ઘેબર બનાવ. જ્યાં સુધી હું ભોજન ન કરી લઉં ત્યાં સુધી તારે કોઈને ઘેબર આપવા નહીં.”
મારી વાત સાંભળીને એ બોલી, ‘હે પ્રાણનાથ, એવું કેમ બોલો છો? આપથી વધારે મને કોણ પ્રિય છે? ઘેબરનું ભોજન તૈયાર થઈ ગયું. હું ભોજન કરવા બેઠો, મારી પત્નીએ પહેલું જ ઘેબર “આ તો બળી ગયું કહીને સંતાડી રાખવા માટે ઘડામાં નાખી દીધું! મને ક્રોધ આવ્યો. મેં કહ્યું રે દુષ્ટ, હજુ તું મારા મરેલા યારને ભૂલી નથી ?
આ ૧૮૯ |
સંસાર ભાવના