________________
છોકરી બોલીઃ “મા, આ માંસ તારા જમાઈના પગનું છે. આટલું કહીને તેણે સ્મશાનમાં જે ઘટના બની હતી તે કહી સંભળાવી અને મારો પગ કેવી રીતે કાપ્યો હતો તે પણ જણાવી દીધું.
મંત્રીશ્વર, હું તો સ્તબ્ધ થઈ ગયો. કેવી ક્રૂર... ભયંકર સ્ત્રી? હું એ જ સમયે પાછો ફર્યો અને મારે ઘેર પહોંચ્યો. મારું મન સંસારનાં સુખોથી ઉદ્વિગ્ન થઈ ગયું. મેં ગુરુદેવની પાસે જઈને ચારિત્ર સ્વીકારી લીધું. હે મંત્રીશ્વર, આ ઘટના મારી સ્મૃતિમાં આવી ગઈ અને મારા મુખમાંથી ‘અતિભયમ્' શબ્દ નીકળી ગયો.”
અભયકુમાર મુનિરાજની આત્મકથા સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. આવી ભયંકર ઘટના સંસારમાં બની શકે છે - એ વિચારે એમના મનને વૈરાગ્યથી ભરી દીધું. તેમણે મુનિરાજને કહ્યું:
‘હે પૂજ્ય, સાચે જ ભગવાન મહાવીરે સંસારની જે અસારતા બતાવી છે, તે યથાર્થ છે. જિનવચન સત્ય છે. આપે સંસાર ત્યજીને સંયમ ગ્રહણ કર્યું. તે ઉત્તમ કર્યું. મોક્ષની આરાધના કરી લેવી એ જ સંસારમાં સારભૂત તત્ત્વ છે.'
ચોથો પ્રહર શરૂ થઈ ગયો. ચોથી ઘટના કઈ બની, તે વાત કાલે બતાવીશ. આજે બસ, આટલું જ.
(().
[૧૮૪TALL
૧૮૪
L શાન્તસુધારસ : ભાગ ૧]