________________
આયુષ્યકર્મનું વિજ્ઞાન સમજોઃ
આયુષ્યકર્મનો મૃત્યુ સાથે સંબંધ છે. ચારે ગતિઓના જીવોના મૃત્યુનો સંબંધ આયુષ્યકર્મ સાથે છે. પ્રત્યેક જીવાત્મા પોતાનો ઓગામી જન્મ મૃત્યુ પછી) બાંધી લે છે - નિશ્ચિત કરી લે છે. કોઈ જીવ દેવગતિનું, કોઈ જીવ મનુષ્યગતિનું, તો કોઈ જીવ તિર્યંચગતિનું, તો વળી કોઈ જીવ નરકગતિનું આયુષ્ય બાંધી લે છે. મૃત્યુ પહેલાં મનુષ્ય આયુષ્યકર્મ બાંધી જ લે છે.
આયુષ્યકર્મ પૂર્ણ થતાં મૃત્યુ થઈ જાય છે. આપણી પાસે એવું જ્ઞાન નથી, દિવ્યજ્ઞાન નથી કે આપણે જાણી શકીએ કે આપણું આયુષ્ય કેટલું બાકી છે, અને એ પણ નથી જાણી શકતા કે આપણે કઈ ગતિનું આયુષ્યકર્મ બાંધી લીધું છે ! આયુષ્યકર્મના વિષયમાં આપણે સંપૂર્ણતયા અજ્ઞાની છીએ. માત્ર દેવો જાણી શકે છે. કેમ કે તેઓ અવધિજ્ઞાની' હોય છે.
આયુષ્યકર્મ ગમે ત્યારે, કોઈ પણ ક્ષણે ખલાસ થઈ જઈ શકે છે. એટલે કે કોઈનું ગમે ત્યારે મોત થઈ શકે છે. કોઈ પણ શક્તિ મોતથી બચાવી શકતી નથી. અશરણ ભાવનાની એક સક્ઝાયમાં - કાવ્યમાં - કવિએ કહ્યું છે કે
ચક્રી સુભૂમ તે જલધિમાં હાર્યો ખટખંડ રાજ રે. બૂડ્યો ચરમ જહાજ રે, દેવ ગયા સવિ ભાજ રે. •
લોભે ગઈ તસ લાજ રે બાર ચક્રવર્તી થયા આ અવસર્પિણી કાળમાં. એમાં આઠમા ચક્રવર્તી થયા સુભૂમ. સુભૂમ ચક્રવર્તીએ આ ભરતક્ષેત્રના છ ખંડ જીતી લીધા હતા. તો પણ તેમને સંતોષ ન થયો. તે ધાતકી ખંડના ભરતક્ષેત્રના બીજા છ ખંડ જીતવા માટે ચાલ્યા. તેમને પૂરો લવણ સમુદ્ર પાર કરવાનો હતો. તેમની પાસે “ચર્મરત્ન’ હતું. અતિવિશાળ ચમના જહાજ ઉપર વિશાળ સેના લઈને તેમણે પ્રયાણ કર્યું. ચર્મજહાજને લઈને હજારો દેવ ચાલતા હતા. તમામ દેવોને - એ જહાજ ઉઠાવનારા તમામ દેવોને એકી સાથે વિચાર આવ્યો કે આ ચર્મજહાજ ચક્રવર્તીના પુણ્યથી ચાલે છે યા તો આપણા ઉઠાવવાથી? જહાજને છોડી દઈએ અને જોઈએ કે શું થાય છે?” બધા દેવોએ જહાજને છોડી દીધું. એ જહાજ લવણ સમુદ્રમાં ડૂબી ગયું. ચક્રવર્તી પણ મય અને સાતમી નરકે પહોંચ્યો. મરતી વખતે તેના મનમાં દેવો પ્રત્યે ઘોર દ્વેષ ઉત્પન થઈ ગયો હ૫ રૌદ્રધ્યાન આવી ગયું હશે. રૌદ્રધ્યાનમાં મરવાથી જીવને નરકમાં જવું પડે છે. રૌદ્રધ્યાનમાં જીવ નરકગતિનું આયુષ્ય બાંધી લે છે.
મહત્ત્વપૂર્ણ વાત તો એ છે કે સુભૂમ ચક્રવર્તીનું આયુષ્ય એ સમયે પૂર્ણ થયું કે તે સમુદ્રમાર્ગેથી જઈ રહ્યો હતો. જહાજ વહન કરનાર દેવો તો નિમિત્ત માત્ર હતા.
૧૩૬
શાન્ત સુધારસઃ ભાગ ૧