SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણ અનંત કરી સંયુત, ચિદાનંદ ભગવાન. ૮. જેસો શિવ પે તહિ વસે, તેસો યા તન મહીં, નિશ્ચયદૃષ્ટિ નિહારતાં, ફેર રેંચ કછુ નાહીં ૯. કાહે કું ભટકત ફિરે, સિદ્ધ હોને કે કાજ, રાગદ્વેષ કું ત્યાગ દે, ભાઈ, સુગમ ઈલાજ. ૧૦. પરમાતમ-પદ કો ધની, રંક ભયો દિલ લાય, રાગદ્વેષ કી પ્રીતિ સે, જનમ અકારથ જાય. ૧૧. રાગદ્વેષ કે નાસતે, પરમાતમ પરકાશ, રાગદ્વેષ કે ભાસતે, પરમાતમદ નાશ. ૧૨. લાખ બાત કી બાત યહ, તાકું દિયો બતાય, જો પરમાતમપદ ચહે, રાગદ્વેષ તજ ભાય ! ૧૩, રાગદ્વેષ ત્યાગે બિનું, પરમાતમપદ નાહીં. કોટિ કોટિ તપ-જપ કરે, સબ અકારથ જાઈ, ૧૪. દેહ સહિત પરમાતમા, એહ અચરજ કી બાત, રાગદ્વેષ કે ત્યાગ સે, કર્મશક્તિ ખટી જાય. ૧૫. રાગદ્વેષ કું ત્યાગ કે, ધરી પરમાતમ ધ્યાન, યું પચે સુખ શાસવત, ભાઈ, ઈમ કલ્યાણ. (પરમાત્મ-છત્રીશી'માંથી ઉદ્ધૃત) ઉપસંહાર ઃ આજે બીજી અશરણ ભાવનાના વિવેચનને પૂર્ણ કરું છું. જીવાત્માની પ્રત્યેક જીવનમાં, હરગતિમાં કેવી અશરણ સ્થિતિ છે, એ બતાવીને શરણભૂત ચાર તત્ત્વો જ છે - એ વાત બતાવી છે. ‘આ સંસારમાં અશરણ છું. મારું કોઈ શરણ નથી’- એવું વિચારવાનું નથી, પરંતુ ‘આ સંસારમાં સાચું શરણ આપનાર અરિહંતાદિ ચાર પરમ તત્ત્વો છે, એના સિવાય કોઈ શરણ નથી' એ રીતે વિચારવાનું છે. ‘શ્રીગિનધર્મ શરણં મમ - આ વારંવાર રટવાનું છે. ‘અરિહંતે સરળ પવપ્નામિ...' ઇત્યાદિ ચાર શરણ વારંવાર સ્વીકારવાનાં છે. જ્યારે ચિત્તમાં શાન્તિ હો, ત્યારે દિવસમાં સવાર-બપોર અને સાંજે - ત્રણ સમય શરણાગતિ સ્વીકારવી. જ્યારે ચિત્ત અશાંત હોય ત્યારે વારંવાર શરણાગતિનો સ્વીકાર કરતા રહો; તો શાન્તિ, સમતા, પ્રસન્નતા પ્રાપ્ત થશે. આજે બસ, આટલું જ. ૧૭૨ શાન્તસુધારસ : ભાગ ૧
SR No.006044
Book TitleShant Sudharas Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1996
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy