________________
नीरन्धे भवकानने परिगलत् पञ्चासवाम्भोधरे, नानाकर्म-लतावितानगहने मोहान्धकारोधुरे । भ्रान्तानामिह देहिनां हितकृते कारुण्यपुण्यात्मभिस्तीर्थेशैः प्रथितास्सुधारसकिरो रम्या गिरः पान्तु वः ॥ १॥ જે મહાપુરુષનો જીવનકાળ વિ. સં. ૧૬૬૧થી ૧૭૩૮નો ગાળો હતો. જેની માતાનું નામ રાજેશ્રી અને પિતાનું નામ તેજપાલ હતું, એ ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીની અદ્ભુત રચના છે ‘શાન્ત સુધારસ.'
આ સંસ્કૃત ગેય મહાકાવ્ય છે. આ મહાકાવ્યના માધ્યમ દ્વારા ઉપાધ્યાયજીની પ્રકાંડ અને પ્રચંડ પ્રજ્ઞા-પ્રતિભાનો પરિચય થાય છે. તેમના આંતર-બાહ્ય વિરક્ત વ્યક્તિત્વની વિશેષતાઓ તેમાં વિલસી રહી છે. તેમણે સંસ્કૃત, પ્રાકૃત અને ગુજરાતી ભાષાઓમાં અનેક ગ્રંથોની રચનાઓ કરી છે. આ સર્વે રચનાઓમાં મને તેમની શાન્તસુધારસ સર્વોત્તમ - શ્રેષ્ઠ રચના લાગી છે. જો કે લોકપ્રકાશ, હૈમલઘુપ્રક્રિયા, નયકર્ણિકા વગેરે તેમના અનેક ગ્રંથો તેમની અપૂર્વ વિદ્વત્તાનો પરિચય કરાવે છે. “શ્રીપાલ રાસ' પણ તેમની લોકભોગ્ય - લોકપ્રિય સ-રસ રચના
આજે આપણે તેમના શાન્તસુધારસ' મહાકાવ્ય પર પ્રવચનમાળાનો મંગલ પ્રારંભ કરી રહ્યા છીએ. આ ગ્રંથ એમની શ્રેષ્ઠ રચના છે. ૧૬ ભાવનાઓ ઉપર ઉપાધ્યાયજીએ ગહન ચિંતન-મનન-મંથન કરીને, એ ભાવનાઓને છંદોબદ્ધ શ્લોકોમાં તેમજ ગેય કાવ્યોમાં પ્રવાહિત કરી છે. આ સામાન્ય રચના નથી, અસાધારણ રચના છે. ૨૫૦૦ વર્ષના સંસ્કૃત-પ્રાકૃત ભાષાના ઇતિહાસમાં આવી વૈરાગ્યભરી અને અધ્યાત્મપરિપૂર્ણ મહાકાવ્યરચના આ એક જ છે. તેથી તે અદ્વિતીય રચના છે.
કેટલાંય વર્ષોથી મારો તો આ પ્રિય સ્વાધ્યાય ગ્રંથ છે. અનેક વાર મેં એકાન્તમાં અને પ્રવચનોમાં રસપ્રચુર સ્વરમાં આ ભાવનાઓનું ગાન કર્યું છે, તેના ઉપર વિવેચન કર્યું છે. અનેક શોક-સંતપ્ત તેમજ શોકવ્યાકુળ જીવોને મનુષ્યોને એનાથી શાન્તિ, સમતા અને પ્રસન્નતા મળી છે. તમે લોકો પણ આ પ્રવચનમાળાના એકએક પ્રવચનને એકાગ્ર મનથી સાંભળશો તો અનુભવ કરશો - શાન્તિનો, સમતાનો, પ્રસન્નતાનો તથા સમાધિનો.
આ ગ્રંથનું નામ જ “શાન્તસુધારસ છે. ગ્રંથકારે સ્વયં આ નામ આપ્યું છે. આ ગ્રંથમાં શાન્તરસની સુરનદી-ગંગા વહી રહી છે. વાસ્તવમાં આ મહાકાવ્યમાં શાન્તરસનો શીતળ અને મધુર પ્રવાહ વહી રહ્યો છે. આવશ્યકતા છે એ પ્રવાહમાં
પ્રસ્તાવના