________________
गलत्येका चिन्ता भवति पुनरन्या तदधिका मनोवाक्कायेहा विकृतिरतिरोषात्तरजसः । विपद्गर्तावर्ते झटिति पतयालोः प्रतिपद न जन्तोः संसारे भवति कथमप्यर्तिविरतिः ॥२॥ ઉપાધ્યાયશ્રી વિનયવિજયજી શાન્ત સુધારસ' ગ્રંથમાં ત્રીજી સંસાર ભાવનાના વર્ણનમાં કહે છે - “આ સંસારમાં મનુષ્યની એક ચિંતા દૂર થાય છે, તો બીજી ચિંતા. પેદા થઈ જાય છે. મન, વચન અને કાયામાં નિરંતર વિકાર ઉત્પન્ન થાય છે. તમોગુણ અને રજોગુણના પ્રભાવે કદમ - કદમ પર આપત્તિઓની ગતમાં પડતાઆથડતા જીવોનાં દુઃખોનો અંત કેવી રીતે આવશે?”
ઉપાધ્યાયજીએ આ શ્લોકમાં કહ્યું છેઃ ૧. સંસ્મરમાં મનુષ્યને સતત ચિંતાઓ રહે છે. ૨. મન, વચન અને કાયામાં નિરંતર વિકાર ઉત્પન્ન થાય છે. ૩. કદમ - કદમ ઉપર આપત્તિઓ આવે છે. આ ત્રણ વાતો આ વાતને આધારે સમજવાનો પ્રયત્ન કરો. મહામંત્રી અભયકુમાર અને ચાર મુનિવરોની આ વાર્તાઓ સંસારની અસારતા, નિર્ગુણતા અને દુખમયતા સારી રીતે સમજાવે છે.
ધનદમુનિની આત્મકથા સાંભળીને મહામંત્રી ગહન વિચારમાં ડૂબી ગયા. રાત્રિની નીરવ શાન્તિ, પૌષધશાળાનું પવિત્ર વાતાવરણ અને મુનિવરોની વૈરાગ્યપૂર્ણ જીવનકથાઓ - આ બધાનો અભયકુમાર ઉપર ગહન પ્રભાવ પડ્યો. સંસારમાં કર્મોના દારુણ વિપાક અંગે વિચારવા લાગ્યા.
ચોથો પ્રહર શરૂ થયો હતો. ફરીથી એક શબ્દ ‘ભયાદ્ભય એમને કાને અથડાયો. ભયોનો પણ ભય! મહામંત્રીએ ઉપાશ્રયના દ્વાર પર જોયું. દ્વારની પાસે એક મુનિરાજ ઊભા હતા. મહામંત્રી ઊઠ્યા અને મુનિરાજની પાસે ગયા, પૂછ્યું : “હે પૂજ્ય, શું ‘ભયાદ્ભયમ્' શબ્દ આપના મુખમાંથી નીકળ્યો?”
મુનિવરે કહ્યું: “હા મંત્રીશ્વર, ભયાભય’ શબ્દ મારા મુખમાંથી નીકળ્યો.” મંત્રીશ્વરે કહ્યું: ‘આપને કોનાથી ભય?કેવો ભય? આપ તો ઇન્દ્ર જેવા નિર્ભય છો. સંસારના તમામ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખનારા છો. મુનિવરને ભય કેવો?”
મંત્રીશ્વર, સાચી વાત છે આપની, પરંતુ મારા ગૃહસ્થાશ્રમ જીવનની એક અતિ ભયાનક ઘટના મને યાદ આવી ગઈ અને મારા મુખમાંથી આ શબ્દ નીકળી ગયો.”
મંત્રીશ્વરે કહ્યું હે પૂજ્ય, એવી કઈ ઘટના આપના જીવનમાં બની? જો સમય હોય તો મને એ ઘટના સંભળાવવા કૃપા કરો. જેથી મારો ભાવવૈરાગ્ય તીવ્ર બની શકે.” મુનિવર અને મંત્રીવર, ઉપાશ્રયના એકાન્ત ભાગમાં જઈને બેઠા અને મુનિવરે
શાન્તસુધારસઃ ભાગ ૧