________________
થઈ ગયો હતો. શિકારે ગયેલો રાજા પાછો ફર્યો હતો. બીજી બાજુ અંતઃપુરના રક્ષકોને રાણીની અને દાસીની હિલચાલ શંકાસ્પદ લાગી હતી. ‘યક્ષની મૂર્તિ લાલ વસ્ત્રોમાં લપેટીને કેમ લાવવામાં આવી ?’
જ્યારે રાજા આવ્યો ત્યારે અંતઃપુરના રક્ષકે યક્ષની મૂર્તિની વાત કહી. પોતાની શંકા પણ વ્યક્ત કરી. રાજાએ કહ્યું ઃ ‘હું હાલ રાણીવાસમાં જ જાઉં છું, તપાસ કરી લઈશ.’
દાસી ચતુર હતી. તેણે મહેલના દરવાજે રાજાના ઘોડાને જોઈ લીધો હતો. રક્ષકને મહારાજ સાથે વાતચીત કરતાં જોયો હતો. મહારાજાને ઘોડા ઉપરથી નીચે ઊતરીને ધીરે ધીરે રાણીવાસ તરફ ડગ ભરતા જોઈને દાસીનું મન ગભરાયું. દાસીએ તરત જ શયનખંડનું દ્વાર ખખડાવ્યું. રાણીએ પોતાનાં વસ્ત્રો ઠીક કરીને દરવાજો ખોલ્યો. દાસીના ચહેરા ઉપરથી નૂર ઊડી ગયું હતું. તેણે કહ્યું : “મહારાજા આવે છે.' રાણી અને લલિતાંગના હોશકોશ ઊડી ગયા. લલિતાંગ પરસેવાથી રેબઝેબ થઈ ગયો. તેણે કહ્યું : મને ક્યાંક સંતાડી દે.
રાણીએ કહ્યું : ‘અહીં તને ક્યાં સંતાડું ? પકડાઈશ તો રાજા તને મારી નાખશે અને ચામડી ઉતારી નાખશે.’ લલિતાંગ અત્યંત ગભરાઈ ગયો, ભયથી ધ્રુજવા લાગ્યો. વિચારવાનો સમય ક્યાં હતો ? રાણી અને દાસીએ લલિતાંગને ઉપાડ્યો અને રાણીવાસની પાછળ એક ગંદો પુરાણો કૂવો હતો એમાં ફેંકી દીધો. રાણી દાસીની સામે જોઈને હસી - જાણે કેરી ચૂસીને ગોટલો ફેંકી દીધો ન હોય ! લલિતાંગને કૂવામાં ફેંકી દીધા પછી રાણી નિશ્ચિંત હતી.
રાજાએ રાણીવાસમાં પ્રવેશ કર્યો. રાણીએ અતિ સ્વાભાવિક રીતે જ રાજાનું સ્વાગત કર્યું. દાસી શયનખંડની બહાર નીકળી ગઈ. રાજાએ શયનખંડમાં આમતેમ નજર ફેંકી, પણ કશું દેખાયું નહીં. છતાં રાણીને પૂછ્યું - ‘પેલા યક્ષની પ્રતિમા ક્યાં છે?’
‘કઈ પ્રતિમા ?’ - ‘જે સવારે લાવવામાં આવી હતી તે ?’
‘હા.’
‘એ મૂર્તિ તો પાછી મોકલાવી દીધી.' એમ કહીને રાણીએ મોહક હાવભાવથી રાજાને ગપસપમાં જોતરી દીધો. આડીઅવળી વાતો કરીને રાજાનું ધ્યાન બીજી તરફ ખેંચી લીધું. લલિતાંગ જે કૂવામાં પડ્યો હતો, તે કૂવો વધારે ઊંડો ન હતો. વાસ્તવમાં એ ગંદકીનો કૂવો હતો. કૂવામાં પડેલો લલિતાંગ થરથરતો હતો. ‘તપાસ કરતાં કરતાં રાજા ત્યાં આવી પહોંચશે, તો તલવારથી મારું મસ્તક કાપી જ નાખશે.’ આવું વિચારી લલિતાંગ ધ્રુજતો હતો.
એકત્વ ભાવના
૨૨૯