________________
વિરક્ત બને છે. વૈષયિક સુખો પ્રત્યે વિરાગ ધારણ કરે છે. રાજ્યનો ત્યાગ કરી દે છે અને શ્રમણ બની જાય છે. તપ-સંયમનું પાલન કરીને પરમ સંવેગથી મુક્તિસુખ પામી જાય છે. આ જિનવચનો ઉપર થોડુંક ચિંતન કરોઃ
રાજા સંજયની આત્મસ્થિતિ ઉપર થોડોક વિચાર કરવો જોઈએ. તે રાજા હતો. માંસાહારી હતો. રોજ મૃગયા (શિકાર) કરનાર હતો. મૃગમાંસ એને ખૂબ ભાવતું હતું. આ વાત "ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જણાવી છે. કદાચ એ કોઈ પણ ધર્મક્રિયા કરતો નહીં હોય, ન તો કોઈ સામુનિ સાથે એને પરિચય હશે. જેનશ્રમણનો તો પરિચય જ નહીં હોય. નહીંતર એ એવું ન વિચારત કે “આ મુનિ કોપાયમાન થશે તો લાખો-કરોડો માનવોને બાળી શકે છે. શુદ્ધ તેણUT મારે %િ નોડિો ! આવું વિચારી ન શકત. જૈનમુનિવરો ક્ષમાશીલ હોય છે. અપરાધી પ્રત્યે પણ ક્ષમાશીલ હોય છે. ક્ષમા તો એમનો પ્રથમ ગુણ છે, પરંતુ સંજય રાજા સર્વપ્રથમ ગદભાલી મુનિરાજના પરિચયમાં આવ્યા હતા. , બીજી વાત હતી શિકારની. તેણે અનેક મૃગોનો શિકાર કર્યો હતો. અનેક મરેલાં મૃગો ત્યાં પડ્યાં હતાં. કદાચ એકાદ તીર મુનિરાજને પણ વાગ્યું હોય, એટલા માટે તો રાજા ભયભીત થઈ ગયો અને વિનમ્ર-વિનિત થઈને મુનિરાજ પાસે ક્ષમા માગી રહ્યો હતો. અભયવચન માગતો હતો.
આ વાત થઈ રાજાની. હવે વિચારીએ મુનિરાજના વિષયમાં. પ્રથમ વાત, મુનિરાજ રાજાના પરિચિત ન હતા. રાજા પણ મુનિરાજનો પરિચિત ન હતો. બંને એકબીજાના અપરિચિત હતા. બીજી વાત મુનિરાજ જંગલમાં મૃગોના વનમાં એકલા ધ્યાન-ધર્મધ્યાન કરી રહ્યા હતા, એટલે ધ્યાનસ્થ હતા. રાજાએ એમના ધ્યાનમાં વિઘ્ન નાખ્યું હતું. હજારો મૃગો જીવ બચાવવા માટે આ બાજુ મુનિરાજ પાસે પહોંચી ગયાં હતાં. રાજા પણ ત્યાં પહોંચી ગયો હતો. મુનિરાજનું ધ્યાન તૂટ્યું હતું. રાજાને શિકારીના રૂપમાં જોતો હતો. આ સંજય રાજા છે,’ એ મુનિને ખબર પણ પડી ગઈ હતી.
મુનિરાર્જ રાજાને ધમકાવ્યો નહીં. ઠપકો પણ ન આપ્યો. આ મહત્ત્વપૂર્ણ વાત. છે! તેનો તિરસ્કાર ન કર્યો, કટુવચનો ન સંભળાવ્યા. “તેં મૃગોને માયા, મહાપાપ કર્ય, નરકમાં જઈશ” વગેરે કટુવચનો ન કહ્યા. રાજા તરફ કુદ્ધ દ્રષ્ટિથી જોયું પણ નહીં. અપરાધી સાથે તેમણે કેવો વ્યવહાર કર્યો તે મહત્ત્વપૂર્ણ વાત છે. જિનવચન સંભળાવે છે. ધર્મોપદેશ આપવો હોય તો સૌ પ્રથમ શ્રોતાના મનને આશ્વસ્ત કરવું પડે. એનો અપરાધ માફ કરવો પડે. મુનિરાજે પ્રથમ વાક્ય કયું ઉચ્ચાર્યું હતું? [ સંસાર ભાવના
૨૧૫ |