________________
હે આત્મનું, તું શ્રેષ્ઠ એવા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શને જોઈને (શરીરની પાંચ ઇન્દ્રિયોના વિષયોને) તેમનામાં મોહિત ન થા. કારણ કે એ બધા પૌદ્ગલિક ભાવ અસ્થિર છે, અનિત્ય છે. તું પણ અસ્થિર છે, તારું જીવન પણ તારું શરીર પણ અસ્થિર છે ! વર્ષાકાળમાં સંધ્યાસમયે ઈન્દ્રધનુષ્યને જોજે અને તેમાં તારા શરીરની અને જીવનની અનિત્યતા.... ક્ષણભંગુરતા જોજે.' સંપત્તિની અનિત્યતા :
આયુષ્ય, શરીર અને જીવનની અનિત્યતા બતાવીને ઉપાધ્યાયજી સંપત્તિની પણ ચંચળતા બતાવે છે. લગ્નાદિક સંપદ રિદ્ધિ સિદ્ધિ, વિપત્તિઓનાં વાદળોથી છવાયેલી છે-આચ્છાદિત છે. તે કહે છે કે સંપત્તિ હશે તો વિપત્તિ આવશે જ. બીજી કોઈ આપત્તિ આવે કે ન આવે, પરંતુ ભયની આપત્તિ તો અવશ્ય આવશે જ, અને સંપત્તિ સદાકાળ માટે માનવ પાસે રહેતી નથી. સકળચંદ્રજી કહે છે -
લચ્છી સરિષ-ગતિ પરે એક ઘર નવિ રહે દેખતાં જાય પ્રભુજીવ લેતી. અથિર સવિ વસ્તુને કાજ મૂઢો કરે.. જીવડો પાપની કોડી કેતી. મુંજમા રાચ મત રાજની દ્વિશું પરિવય અંતે સબ ઋદ્ધિ વિસરાલ હોશે. ઋદ્ધિ સાથે સવિ વસ્તુ મૂકી જતે
દિવસ દો તીન પરિવાર રોશે. મુંઝ મા. સરિતાના પ્રવાહની જેમ લક્ષ્મી-સંપત્તિ એક ઘરમાં - એક સ્થાનમાં સ્થિર રહેતી નથી. જેવી રીતે નદીજળનો પ્રવાહ વહેતો રહે છે, સ્થાન બદલતો રહે છે, એ રીતે સંપત્તિ પણ ફરતી રહે છે. સંપત્તિ એના માલિકના (સ્વામીના) પ્રાણ લઈને જ જાય છે. અર્થાત્ લક્ષ્મી ચાલી જતાં કેટલાય લક્ષ્મીપતિઓના પ્રાણ ચાલ્યા જાય છે.
આવી અસ્થિર, અનિત્ય વસ્તુઓ માટે મૂર્ખ જીવ કેટલાં પાપ બાંધે છે? અનેક પ્રકારનાં પાપ કરીને તે સંપત્તિ પામવાનો પ્રયત્ન કરે છે.
હે આત્મન ! તને રાજગદ્ધિ પ્રાપ્ત થઈ હોય તો રાજી ન થતો, ખુશ ન થતો. કારણ કે એક દિવસે એ રાજઋદ્ધિ નષ્ટ થવાની જ. અથવા રાજઋદ્ધિ અને પરિવારને ત્યજીને તારે એક દિવસ જવું જ પડશે -તારું મોત થશે જ. બે-ચાર દિવસ પરિવાર રુદન કરશે, પછી તને ભૂલી જશે.
[ ૮૨
.
શાન્તસુધારસઃ ભાગ ૧